લોસ એન્જલસ

ઓસ્કાર એવોર્ડનું આયોજન કરનારી એકેડમી ઓફ મોશન પિક્ચર આર્ટ્‌સ એન્ડ સાયન્સિસ (એએમપીએએસ) એ ૨૦૨૨ માં યોજાનારા સમારોહને એક મહિના માટે મુલતવી રાખવાનો ર્નિણય લીધો છે. એએમપીએએસએ એક નિવેદનમાં જણાવ્યું છે કે અગાઉ એવોર્ડ સમારંભ ૨૭ ફેબ્રુઆરીએ યોજાવાનો હતો અને હવે ૨૭ માર્ચ, ૨૦૨૨ ના રોજ યોજાશે. જોકે એકેડેમી એવોર્ડ માટેની પાત્રતા ૩૧ ડિસેમ્બર સુધી રહેશે.

છેલ્લા સમારોહમાં એકેડેમીએ કોવિડ-૧૯ રોગચાળાને કારણે પાત્રતામાં ફેરફાર કરતા તેને ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૧ સુધી લંબાવ્યો હતો. હવે ફરી તે ફિલ્મોને એવોર્ડની રેસમાં ભાગ લેવાની તક મળશે જે સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી પરંતુ તેના બદલે તે ઓનલાઇન રિલીઝ થઈ હતી.