વડોદરા

રાજ્યના વેપાર – ઉદ્યોગ કોવિડ પરિસ્થિતિમાંથી ઝડપથી બહાર આવી રહ્યા છે. જેના પગલે દર મહિને વીજ માગમાં ગણનાપાત્ર વધારો જાેવા મળી રહ્યો છે. રાજ્યમાં ઔદ્યોગિક, ખેતી , વૈપારી તથા ઘરગથ્થુ વીજ માગ પણ વધી રહી છે. રાજ્યમાં વીજ માગ ૧૭૦૦૭ની સપાટીને વટાવી ગઇ હતી. જે કોરાનાની પરિસ્થિતિમાંથી વેપાર ઉદ્યોગ ઝડપથી બહાર આવી રહ્યા છે તે દર્શાવે છે.બીજી તરફ રાજ્યમાં રવિ સિઝનનું વાવેતર પણ ગત વર્ષની તુલનાએ ૧૩૪ ટકા જેટલું વધ્યું છે. ખેડૂતો હાલમાં રવિ સિઝનના રોકડિયા પાક ઉપર વધુ ધ્યાન આપી રહ્યા હોવાના પગલે રાજ્ય સરકારને દિવસે પણ વીજ પૂરવઠો ખેતી માટે આપવાની ફરજ પડી રહી છે. હાલમાં ખેતી માટેની વીજ માગ પણ ૬૦૦૦ મેગાવોટ ઉપરાંત જાેવા મળી રહી છે.

ઉદ્યોગો પણ કોરોનાના પરિસ્થિતિમાંથી ઝડપથી બહાર આવ્યા છે અને મેન્યુફેકચરિંગ સેકટર સહિતના સેકટરમાં ઉત્પાદન વધી રહ્યું છે ત્યારે આગામી સમયમાં વીજ માગ વધુ પ્રમાણમાં વધશે તેવું અનુમાન થઇ રહ્યું છે.

દેશની પીક ડિમાન્ડ ૧,૮૫,૮૨૦ મેગાવોટની સર્વોચ્ચ સપાટીએ

કેન્દ્રિય ઊર્જા મંત્રી આર.કે.સિંહે ટ્‌વીટ કરીને જણાવ્યું હતુંકે, બુધવારે સવારે ૯-૩૫ કલાકે દેશની વીજ માગ ૧,૮૫,૮૨૦ મેગાવોટની સપાટીને વટાવી ગઇ હતી. જે દેશની અત્યાર સુધીની સૌથી સર્વોચ્ચ વીજ માગ સપાટી રહી છે.