સુમિત નાગલે પ્રાગ ઓપન ટેનિસ ટૂર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. હવે તેનો મુકાબલો ત્રણ વખતના ગ્રાન્ડ સ્લેમ વિજેતા સ્ટેન વાવરિન્કા સાથે થશે. ભારતના ટોચના સિંગલ્સ ખેલાડી સુમિત નાગલે પ્રાગ ઓપન ટેનિસ ટૂર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. તેણે પ્રથમ સેટ ગુમાવ્યા બાદ અદભૂત વાપસી કરી અને સ્થાનિક ખેલાડી જીરી લહેકાને હરાવી. 

વિશ્વના નંબર 127 અને છઠ્ઠા ક્રમાંકિત નાગલે બે કલાક 21 મિનિટ સુધી ચાલેલી 137,560 યુરો ઇનામ ક્લેઇકોર્ટ ટુર્નામેન્ટના બીજા રાઉન્ડમાં 5-7, 7-6 (4), 6-3થી જીત મેળવી હતી. ગુરુવારે નાગલ આગામી રાઉન્ડમાં ત્રણ વખતના ગ્રાન્ડ સ્લેમ વિજેતા સ્ટેન વાવરિંકાનો સામનો કરશે. સ્વિસ ખેલાડીએ બીજા રાઉન્ડમાં જર્મનીના ઓસ્કાર ઓટ્ટેને 3-6, 7-5, 6-1થી પરાજિત કર્યો.