લુણાવાડા, લુણાવાડા ક્રિસ્ટલ સ્કૂલ ખાતે મહિસાગર જિલ્લા ફેર પ્રાઈસ શોપ દ્વારા સ્નેહમિલન સમારંભ યોજાયો. સમારંભમાં ગુજરાત રાજ્ય એફપીએસ એસોસિએશનના પ્રમુખ પ્રહલાદભાઈ મોદી તથા રાજ્યની ટીમ ઉપસ્થિત રહી હતી. આ પ્રસંગે જેઠોલી ગામ ના ૧૯૬૨થી દુકાન ચલાવતા સસ્તા અનાજના દુકાનદારનું સન્માન કરવામાં આવ્યું હતું. મહિસાગર જિલ્લા એફપીએસ દ્વારા ક્રિસ્ટલ સ્કૂલ ખાતે સ્નેહમિલન સમારંભમાં ઉપસ્થિત પ્રહલાદભાઈ મોદી ને કેન્દ્ર સરકાર દ્વારા જન કલ્યાણકારી યોજના પ્રચાર પ્રસાર અભિયાનના રાષ્ટ્રીય અધ્યક્ષનો હોદ્દો અપાતા જિલ્લા પ્રમુખ ઇન્દ્રસિંહ સોલંકી દ્વારા તમામ દુકાનદારો વતી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. સસ્તા અનાજના દુકાનદારોને હ્લજજટ્ઠૈ નું ફરજિયાત લાયસન્સ લેવા માટે સરકાર દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો જે આદેશને પડકારતી રાજ્યનું એસોસિએશનને હાઇકોર્ટમાં કેસ મુકેલો છે, જ્યાં સુધી ર્નિણય ન આવે ત્યાં સુધી દુકાનદારોએ લાયસન્સ લેવું નહીં તેવું પ્રહલાદ મોદી એ મંચ ઉપરથી જણાવ્યું હતું. કોરોનામાં મારા દુકાનદારોએ હિંમત,અડગ મનથી અને સરકારની પીએમજીકેવાય યોજનાને ગરીબોના દ્વાર સુધી પહોંચાડી માનવતાનું ઉત્તમ કાર્ય કર્યું છે.