દિલ્હી-

રાષ્ટ્રીય ફિલ્મ વિકાસ નિગમે દેશભક્તિના વિષય પર આધારિત શોર ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કર્યું હતું, જેના હેઠળ પરિણામ આવી ગયા છે. માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે પરિણામની જાહેરાત કરી અને વિજેતાઓને અભિનંદન પાઠવ્યા હતા.

આ ફેસ્ટિવલમાં અભિજિત પોલની શોર્ટ ફિલ્મ ‘એમ આઈ?? ને વિજેતા જાહેરાત કરવામાં આવ્યા છે. બીજા સ્થાન પર દેબોજો સંજીવની ‘અબ ઇન્ડિયા બનેગા ભારત’ અને ત્રીજા સ્થાન પર યુવરાજ ગોકુલની ’૧૦ રૂપિજ’ છે. તેના સિવાય ફિલ્મોને સ્પેશલ મેશન સર્ટીફિકેટ માટે પસંદ કરવામાં આવી હતી. તેમાં શિવા બિરાદરની ‘રેસ્પેકટ એ ફોર બી ફોર’, સમીર પ્રભુની ‘ધ સીડ ઓફ સેલ્ફ સફીશીએન્સી’, પૂરુ પ્રિયમની ‘મેડ ઇન ઇન્ડિયા’, શિવરાજની ‘Midn Y(Our) Business, મધ્ય પ્રદેશ માધ્યમ ફિલ્મની ‘હમ કર સકતે હૈ’, પ્રમોદ આરની ‘Kaanda Kaigaulu (unseen hands), રામ કિશોરની ‘સોલ્જર’ અને રાજેશ બીની ‘આત્મ વંદન ફોર નેશન’ સામેલ છે.

બધી ફિલ્મો દેશભક્તિ અને આત્મનિર્ભર ભારતની થીમ પર આધારિત હતી. પ્રથમ સ્થાન પર આવનાર વિજેતાઓને એક લાખ રૂપિયા, બીજા સ્થાન પર ૫૦ હજાર અને ત્રીજા સ્થાન પર રહેનારને ૨૫ હજાર રૂપિયાના પુરસ્કારની જાહેરાત કરવામાં આવી હતી. આ પ્રતિયોગીતા માટે એનએફડીસીને ૮૦૦ થી વધુ એન્ટ્રી મળી હતી.