દિલ્હી-

ન્યાય તંત્ર સામે બળાપો પોકારતા વકીલ પ્રશાંત ભૂષણે બે ટ્વીટ કર્યાં હતાં. જેથી સુપ્રીમ કોર્ટના કથિત અપમાન બદલ દોષિત સાબીત થયેલા પ્રશાંત ભૂષણના કેસમાં સુપ્રીમ કોર્ટ આજે સજાનો નિર્ણય સંભળાવશે. જસ્ટિસ અરૂણ મિશ્રાના નેતૃત્વ હેઠળની બેન્ચ આ ચૂકાદો આપશે.

કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ એક્ટ હેઠળ પ્રશાંત ભૂષણને છ મહિનાની સાદી સજા આથવા 2000નો દંડ કે પછી બંને સજા થઇ શકે છે. મહત્વનું છે કે, બે ટ્વીટમાં કોર્ટનું કિથત અપમાન કરવા બદલ સર્વોચ્ચ અદાલતે ભૂષણે કોર્ટની માફી માગવા કહ્યું હતું. જો કે, વરિષ્ઠ વકીલે માફી માગવાનો ઇનકાર કર્યો હતો.