સુરત

કોરોના સંક્રમણની બીજી લહેરને જોતા સરકારે છેલ્લા બે વર્ષથી શાળાઓને સંપૂર્ણ રીતે બંધ રાખી છે. તેવામાં સરકાર તરફથી બધું જો યોગ્ય રહે તો 6 જુનથી નવા સત્ર શરૂ કરવાનો સંકેત આપવામાં આવ્યો છે. આ સૂચનાની વચ્ચે સુરતની સ્કૂલોએ એડમિશનની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

ખાસ કરીને પ્રાઇમરી સ્કૂલમાં તેને લઈને ખાસ તેજી જોવા મળી રહી છે. આ સ્કૂલોની નજર તે વાલીઓ પર છે જેમના બાળકોની ઉંમર છ વર્ષની થઇ ચૂકી છે. અને જેઓ પોતાના બાળકોના એડમિશન નર્સરી અને પ્રાઇમરી સ્કૂલમાં કરાવવા માંગે છે. સરકારના આદેશથી જ્યારથી નવું સેશન શરૂ થશે આ સ્કૂલોને આશા છે કે માતા-પિતા પોતાના બાળકોના એડમીશન માટે આગળ આવશે.

ત્યાં જ બીજી તરફ સુરતમાં છેલ્લા એક વર્ષથી પ્રાઈમરી અને પ્રિ-પ્રાઇમરી તેમજ ધોરણ એકની સ્કૂલની હાલત ખૂબ જ ખરાબ છે. કારણકે નાની ઉંમરના બાળકોને હજી પણ માતા-પિતા સ્કૂલ મોકલવા નથી માંગતા. કોરોનાના કારણે ફી જમા ન થવાથી તેમજ વિદ્યાર્થીઓની સતત ઘટતી સંખ્યાને કારણે સુરતના પ્રાઇમરિ સ્કૂલને બંધ કરવી પડી છે. જેમાંથી મોટાભાગની સ્કૂલ એવી છે જે ભાડાની બિલ્ડિંગમાં ચાલે છે.

ભાડાની બિલ્ડિંગમાં ચાલવા વાળી આ સ્કૂલ છેલ્લા બે વર્ષમાં ફી નથી મળી. જેથી સ્કૂલ સંચાલકો પોતાનું અસ્તિત્વ ટકાવી શક્યા નથી. પ્રિસ્કૂલ એસોસીએશનની જાણકારી પ્રમાણે અલગ અલગ કેમ્પ કર્યા પછી પણ એક વર્ષમાં વિદ્યાર્થીઓ પ્રવેશ તો લઈ લે છે. પરંતુ તે પછી વાલીઓ બાળકોને અભ્યાસ માટે નથી મોકલતાં. જેના કારણે ન તો વિદ્યાર્થીઓ સ્કૂલે આવે છે અને ના તો ઓનલાઇન અભ્યાસ કરી શકે છે. કારણ કે બાળક બહુ નાનું છે જેથી તેનું ઓનલાઈન એજ્યુકેશન સંભવ નથી.

બે વર્ષમાં એક પણ સ્કુલ નથી શરૂ થઈ શકે પરંતુ છેલ્લા એક વર્ષમાં જે સ્કૂલ છે તે પણ પોતાનું અસ્તિત્વ ટકાવી શકી નથી. જેના કારણે તેમને એસોસિએશનમાં પહેલા 250 સ્કૂલ હતી જે હવે ઓછી થઈને લગભગ દોઢસો સ્કૂલ જ બચી છે. સો સ્કૂલ બંધ થવાના કારણે જે લોકોએ ભાડાની જગ્યા પર સ્કૂલ ચલાવતા તેમને હવે પોતાની જગ્યા ખાલી કરી દીધી છે. આવનારા સમયમાં શું થશે તે નથી ખબર પરંતુ અત્યારની પરિસ્થિતિ ખૂબ ખરાબ છે.