ભરૂચ : વાલિયા તાલુકાના પોપડી ફળીયામાં રહેતી સુમનબેન મંગલભાઈ વસાવાના ઘરે ઘરે લાઈટ નહિ હોવાથી તેનો પુત્ર અને પતિ બસ સ્ટેન્ડ પાસેથી પસાર થતી વીજ લાઈન પાસે લંગરીયું રીપેર કરવા ગયા હતા. લંગરીયાનો ઈલેક્ટ્રિક વાયર તૂટીને ઝાડ ઉપર લટકતો હતો. જેનો વીજ કરંટ પ્રથમ રાજુ મંગળ વસાવા (ઉ.વ.૨૩)ને લાગ્યો હતો. જેને બચાવવા માટે કોશીશ કરનાર તેના પિતા અલ્કેશ કેસૂર વસાવા (ઉ.વ.૩૭) આવતા તેમને પણ વીજકરંટ લાગ્યો હતો. આસપાસની જગ્યા ભીની હોય વીજ કરંટ બંને માટે ઘાતક નિવડ્યો હતો. એક જ પરિવારમાં બેના મૃત્યુ થતા પરીવારમાં રોકકળ મચી ગઈ હતી.