વડોદરા.તા.૫

કોરોનાની મહામારીમાં એમ એસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી દ્વારા ઓનલાઇન પરીક્ષા ચાલુ રાખવામાં આવી છે.તાજેતરમાં યોજાએલી મીડ સેમેસ્ટરની પરીક્ષાનું પરિણામ કલાકોમાં જ જાહેર કરી દીધું હતું. જેથી હવે વિદ્યાર્થીઓને પરિણામ વહેલા મળવાની આશા છે.ત્યારે હવે આગામી તા ૧૧ થી બી કોમ સેકન્ડ ઇયરની પરીક્ષા ચાલુ થનાર છે.જે પરીક્ષા સાત દિવસ ઓનલાઇન લેવામાં આવશે.કોમર્સ ફેકલ્ટીના ડીન કેતન ઉપાધ્યાયના જણાવ્યા મુજબ બીકોમ સેકન્ડ ઇયરની પરીક્ષાનું પરિણામ છેલ્લા દિવસે સાંજ સુધી આપી દેવાની તૈયારી છે.વિદ્યાર્થીઓને એક કલાકનો ટેસ્ટ આપવામા આવે છે.જેમાં વિદ્યાર્થી પોર્ટલ દ્વારા ૩૦ માર્કસની પરીક્ષા ઘરે બેસીને આપી શકશે. ૬૩૦૦ પૈકી ૬૧૫૦ વિદ્યાર્થી પરીક્ષા આપી રહ્યા છે.જે વિદ્યાર્થી કોઇને કોઇ કારણોસર પરીક્ષામાં ગેરહાજર રહ્યા હશે તેમને ૧૦ દિવસમાં નવો શિડયુલ જાહેર કરીશું.ફેકલ્ટી દ્વારા ૧૮મી મેના રોજ એમ કોમ,તા-૨૫ ના રોજ એફવાય બીકોમ પ્રથમ વર્ષ, ૧૦ જૂનથી ટીવાય બીકોમની પરીક્ષા લેશે.તેવી જ રીતે ૧૦ જૂનના રોજ ટીવાય બીકોમની ફાયનલ પરીક્ષા,૨૨ જૂનના રોજ એસ વાય તેમેજ ૧ જુલાઇના રોજ એફ વાય બીકોમની પરીક્ષા લેવામાં આવશે.