ગાંધીનગર-

રાજભવનની બહાર આવતી કાલે 04 વાગ્યા બાદ શપથવિધિ સમારોહ થવાની ગણતરી હતી. જે માટે 15 તારીખના બોર્ડ પણ લગાવી દેવામાં આવ્યા હતા પરંતુ પાટિલના ઘરે એક પછી એક પ્રધાનમંડળમાં સામેલ પ્રધાનો બંધબારણે મિટિંગ માટે આવી રહ્યા હતા. જેમને જોતા સ્પષ્ટ નારાજગી પાર્ટીના નિર્ણયને લઈને નજરે પડી હતી. આ વાત હાઇકમાન્ડ સુધી પહોંચતા હાઇકમાન્ડે નારાજ મંત્રીઓને મનાવવા માટે રૂપાણીને જ આદેશ કર્યો હતો. જેથી આજે વહેલી સવારથી જ આ બાબતે મિટિંગોનો દોર શરૂ થઇ ગયો છે. ગુજરાતના ભાજપ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ અને મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ તેમજ ભાજપા અધ્યક્ષ સી.આર. પાટીલ વચ્ચે મિટિંગનો દોર વહેલી સવારથી એન.એક્સ.સી ખાતે શરૂ થઈ ગયો છે. ભાજપે ગુજરાતમાં નવો રાજકીય પ્રયોગ ‘નો રિપિટ થિયરી’ અપનાવી હોવાનું સામે આવ્યુ છે. જેમાં પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી સરકારના એક પણ પ્રધાનને ભૂપેન્દ્ર પટેલના પ્રધાનમંડળમાં સમાવવામાં નહી આવે. ભાજપે અપનાવેલ આ નવા વ્યૂહ હેઠળ 2022ની વિધાનસભાની ચૂંટણી જીતવાનો દાવ અજમાવ્યો છે. ભૂતકાળમાં ભાજપે મહાનગરપાલિકાનીઓની ચૂંટણીમાં આ પ્રકારે ‘નો રિપિટ થિયરી’ અપનાવીને મહાનગરોમાં ભવ્ય વિજય મેળવ્યો હતો.