અમદાવાદ-

અમદાવાદમા કોરોના ની બીજી લહેરએ હાહાકાર મચાવ્યો હતો . એક્સપર્ટ ધ્વારા હજી ત્રીજી લહેરની શકયતાઓ જોવાઈ રહી છે. જેને લઈને કોઈ પણ કચાશના રહે તે માટે હવે તંત્ર દ્વારા આગોતરું આયોજન કરવામાં આવી રહ્યું છે. મેડિકલ સામાન, ઑક્સીજન, દવાઓ અને બેડની તમામ સુવિધા ગ્રામ્ય વિસ્તારો અને દવાખાનામાં મળી રહે તે માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેનું સીધું નિરીક્ષણ અમદાવાદ કલેકટર કરી રહ્યા.

આ ત્રીજી લહેરમાં બાળકો માટે ખતરા રૂપ છે. બાળકો માથે સંકટ છે જેને લઈને ગ્રામ્ય વિસ્તારોમાં બાળકોને કોઈ તકલીફ ના પડે તે માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી છે, ડોક્ટર , નર્સો, મેડિકલ સ્ટાફ અને પીડિયાટ્રિક ડોક્ટર દરેક ગ્રામ્ય પી એચ સી ખાતે હાજર રહે તે માટે ની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત તમામ હોસ્પિટલમાં ઑક્સીજન ની વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ હોસ્પિટલમાં ઑક્સીજન પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટેની વ્યવસ્થા અમદાવાદ કલેકટરની નિગરાની કરવામાં આવી રહી છે.

અમદાવાદ કલેક્ટર સંદીપ સાંગલે એ લોકસતા જનસત્તા સાથે વાત કરતાં જાણવાયુ હતું કે કોરોના ની ત્રીજી લહેરને લઈને અમે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સોલા અને સિંગરવા ખાતે ઑક્સીજન ના પ્લાન્ટ ઊભા કરવામાં આવ્યા છે. બાળકો માટે ખાસ અમે વ્યવસ્થા કરી છે. ગ્રામ્ય વિસ્તારોમાં 20 પીડિયાટ્રિક ડોક્ટરોને મૂકવામાં આવ્યા છે અને 100 જેટલા બેડ તૈયાર રાખવામા આવ્યા છે.