દહેરાદૂન:

કોરોના વાઈરસના કારણે લાગુ લોકડાઉનમાં તમામ મંદિર અને અન્ય ધાર્મિક સ્થળ બંધ રહ્યા. હવે જ્યારે સરકારે ૮ જૂનથી શરતો સાથે મંદિર અને અન્ય ધાર્મિક સ્થળોને શરતો સાથે ખોલવાની પરવાનગી આપી છે. ઉત્તરાખંડમાં પણ ચારધામ યાત્રાની તૈયારીઓ વધી રહી છે. બદ્રીનાથ મંદિરમાં પણ શરતોનું પાલન કરાવવા માટે વહીવટીતંત્ર તૈયારીઓ કરી છે. બદ્રીનાથ ધામમાં યાત્રાને લઈને મંદિર અને આસપાસના સ્થળોને સતત સેનિટાઈઝ કરવામાં આવી રÌš છે. સાથે જ સોશ્યલ ડીસ્ટનસીગ નિયમોનુ પાલન કરાવવા માટે શ્રદ્ધાળુઓની જ્યાં લાંબી લાઈન લાગે છે ત્યાં પેઈન્ટ કરીને એક-એક મીટરના અંતરે રાઉન્ડ કરાઈ રહ્યા છે. માત્ર મંદિર પરિસર જ નહીં, પરંતુ મંદિર સુધી જનારા પગપાળા માર્ગ પર પણ શ્રદ્ધાળુઓ વચ્ચે એક-એક મીટરના અંતર નક્કી કરીને રાઉન્ડ બનાવાઈ રહ્યા છે. બદ્રીનાથ મંદિરમાં શ્રદ્ધાળુ ક્્યારથી દર્શન કરી શકશે, મંદિર વહીવટીતંત્ર તરફથી આ સંબંધિત કોઈ જાણકારી મળી શકી નથી. જાકે. તૈયારીઓને જાતા આશા લગાવાઈ રહી છે કે બાબા બદ્રીનાથના દ્વાર જલ્દી જ સામાન્ય શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવશે.