અંબાજી : ૧૭ ઓક્ટોબર થી નવરાત્રી નો પ્રારંભ થઇ રહ્યો છે જોકે નવરાત્રી માટે ખેલૈયાઓ આતુરતા થી રાહ જોતા હોય છે પણ આ વખતે કોરોના એ ખેલૈયાઓ ની મજા બગાડી છે. કોવિડ-૧૯ ના કારણે ચાલુ વર્ષે કોઈ પણ જાત ના ગરબા નું આયોજન કરાશે નહિ ને કેટલાક મંદિરો પણ કોરોના નું સંક્રમણ ન ફેલાય તે માટે નવરાત્રી દરમિયાન બંધ રહેવાના છે ત્યારે ગુજરાત નું પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી માં મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે અંબાજી મંદિર માં નવરાત્રી દરમિયાન કોરોના નું સંક્રમણ ન વધે તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. આવતી કાલે અંબાજી મંદિર માં સવારે ૭.૩૦ કલાકે મંગળા આરતી કરાશે અને ત્યાર બાદ માતાજી નું ઘટ્‌ સ્થાપન વિધિ કરાશે જોકે નવરાત્રી દરમિયાન અંબાજી મંદિર માં ત્રણ આરતી કરવમાં આવશે જેમાં સવારે મંગળા આરતી બીજી ઘટ્‌ સ્થાપન ની આરતી અને ત્રીજી સાયંકાલ આરતી ૬.૩૦.કલાકે કરવા માં આવશે જોકે આરતી દરમિયાન યાત્રિકો ને મંદિર માં પ્રવેશ અપાશે નહિ અને આરતી પૂર્ણ થયા બાદ શ્રદ્ધાળુઓ દર્શનનો લાભ લઇ શકશે તેમ ભટ્ટજી મહારાજ દેવાંગ ભાઈ ઠાકરે જણાવ્યુ હતુ. ચાલુ વર્ષે કોરોના ની મહામારી ની અસર અનેક જગ્યા ઓ એ અનેક ક્ષેત્રે જોવા મળી છે જેની અસર ધાર્મિક સ્થનો ઉપર મોટી પડી છે તેમ છતાં અંબાજી મંદિર નવરાત્રી દરમિયાન ખુલ્લું રાખવામાં આવ્યું છે જ્યાં યાત્રિકો એ માસ્ક પહેરી ઉભી કરાયેલી સેનેટાઈઝર ની વ્યવસ્થા માંથી પસાર થવું પડશે ને સોશ્યિલ ડિસ્ટન્સ સાથે માતાજીના દર્શન કરી શકશે. અંબાજી મંદિર માં આરોગ્ય ની બે ટીમ તૈનાત કરાશે જે સતત ટેમ્પરેચર અને અસરગ્રસ્ત ઉપર નજર રાખશે અંબાજી મંદિર માં ચાલુ વર્ષે ખેલૈયાઓ ગરબા નો લાભ નહીં લઈ શકે પણ શ્રધ્ધાળુઓ માતાજી ના દર્શન નો લ્હાવો લઈ શકશે જ્યાં પ્રસાદ પણ સરકાર ની ગાઈડ લાઇન પ્રમાણે બોક્સ પેકેટ મા જ આપવામાં આવશે તેમ વહીવટદાર, ડેપ્યુટી કલેક્ટર મંદિર ટ્રસ્ટના એસ જે ચાવડા દ્વારા જણાવામાં આવ્યું હતુ.