દિલ્હી-

દેશભરમાં 100 રૂટના 12 કલસ્ટરથી 151 ખાનગી ટ્રેન દોડાવવાની તૈયારી છે. તેમાં સૌથી વધુ મુંબઈથી 17 અને દિલ્હીથી 16 ખાનગી ટ્રેનો દરરોજ જુદા જુદા શહેરો માટે દોડશે. આ ઉપરાંત હાવડાથી 9, મધ્યપ્રદેશથી 6, રાજસ્થાન અને બિહારથી 7-7, ગુજરાત અને ઝારખંડથી 2-2 અને હરિયાણા તથા પંજાબથી 1-1 ટ્રેન દોડશે.

45 ટ્રેન દક્ષિણ ભારતના જુદા જુદા શહેરોથી દોડશે. તેના માટે રેલવે મંત્રાલયે રિક્વેસ્ટ ફૉર ક્વૉલિફિકેશન કાઢી છે અને 6થી 8 મહિનામાં ફાઈનાન્શિયલ બિડ્સ કાઢવાની શક્યતા છે. આ પ્રોજેક્ટમાં આશરે 30 હજાર કરોડ રૂપિયાનું ખાનગી રોકાણ થશે.

દરેક ટ્રેનમાં ઓછામાં ઓછા 16 કોચ હશે. ટ્રેનના લૉકોપાઈલટ અને ગાર્ડ રેલવેના જ હશે. સેફ્ટી ક્લિયરન્સ પણ રેલવે જ આપશે. મુંબઈથી જેટલી સંખ્યામાં પ્રાઈવેટ ટ્રેન જશે, એટલી જ સંખ્યામાં અલગ-અલગ શહેરોથી આવશે. એટલે કે 17 ટ્રેન જશે તો 17 આવશે પણ ગુજરાતથી ફક્ત 2 ટ્રેન જશે અને બીજા રાજ્યોથી 6 ટ્રેનો આવશે.