વડોદરા,તા. ૧૭ 

રાઈટ ટૂ એજ્યુકેશન એક્ટ અંતર્ગત બાળકોને ધોરણ ૧માં પ્રવેશ આપવા માટેની કામગીરી ચાલી રહી છે. જોકે, પ્રવેશ માટેના નિયમોમાં ભાડાના મકાનમાં રહેતા લોકોએ

પોતાના બાળકોના એડમિશન માટે રજીસ્ટર્ડ ભાડા કરાર માન્ય રાખ્યો છે. જોકે, હાલના તબક્કે ઘણાબધા વાલીઓ એવા છે કે જેઓ આ પદ્ધતિ અપનાવી શકે તેમ નથી. જેથી યુથ કોંગ્રેસ દ્વારા આ અંગે ડી.ઈ.ઓ કચેરી ખાતે રજૂઆત કરાઈ હતી. આર.ટી.ઈ અંતર્ગત ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને ધોરણ ૧માં પ્રવેશ આપવામાં આવતો હોય છે. જોકે, પ્રવેશ માટેના નિયમોમાં ભાડાના મકાનમાં રહેતા લોકોએ રજીસ્ટર્ડ ભાડા કરાર રજુ કરવો ફરજીયાત રાખવામાં આવ્યો છે. રજીસ્ટર્ડ ભાડા કરાર માટે અંદાજિત ૧૦થી ૧૨ હજાર રૂપિયાનો ખર્ચો થાય તેમ છે. એવામા કોરોનાને કારણે ઘણાબધા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો છે કે જેઓ રજીસ્ટર્ડ ભાડા કરાર ધરાવતા નથી અને જો તેઓ કરાવવા જાય તો ખર્ચો પોસાઈ શકે તેમ નથી. આ માટે યુથ કોંગ્રેસ દ્વારા આજે ડી.ઈ.ઓ કચેરી ખાતે રજૂઆત કરીને નોટરી ભાડા કરાર માન્ય રાખવામાં આવે તેવી માંગણી સાથે

રજૂઆત કરી હતી.