વલસાડ, તા. ૬ 

વલસાડ ના પીઠા ગામે મંદિર ફળિયા ના ખેડૂત અમ્રતભાઈ રણછોડ ભાઈ લાડ ના ખેતર માં ઉભેલી બે વર્ષ જૂની આંબા ની કલમો ને કોઈક અજાણ્યા ઈસમેં કાપી નાખી નુકશાન કરતા ખેડૂત ના પગ નીચે ધરતી ખસી ગઈ હતી. બે વર્ષ ની મહા મહેનતે ઉધારેલઈ કલમો ને કાપેલી હાલત માં જોતા ખેડૂત અમ્રતભાઈ એ વલસાડ રૂરલ પોલીસ મથક અને મામલતદાર ને ફરિયાદ કરી ન્યાય ની ગુહાર લગાવી છે.

પીઠા મંદિર ફળિયા ખાતે રહેતા ખેડૂત અમ્રતભાઈ રણછોડ ભાઈ લાડ ખેતી કરી પોતા નું ગુજરાન કરે છે. ચોમાસા ની સીઝન ચાલુ થઈ જતા આંબા કલમ વાળા ખેતર માં ડાંગર રોપવાનું વિચારી અમ્રત ભાઈ ગત શનિવારે ખેતરે ગયા હતા. ત્યાં તેમને તમામ કલમો સુકાઈ ગયેલી સ્થિતિ માં જોવા મળતા તેવો ચિંતાગ્રસ્ત બન્યા હતા પ્રથમ તેમને પાણી ન મળ્યા હોવા થી કલમ સુકાઈ ગઈ હોવાનું જણાઈ આવ્યું હતું.

પરંતુ ધ્યાન થી જોતા કલમો થડ થી કપાયેલી જણાઈ આવી હતી.તમામ કલમો એકજ પદ્‌ધતિ થી કપાયેલી જણાઈ આવી હતી.નુકશાની વેઠી રહેલ ખેડૂત અમ્રતભાઈ રણછોડ ભાઈ લાડે આ કૃત્ય તેમના ફળિયા ના જ કોઈક વિરોધી એ કર્યું હોવાનું જણાવી રહ્યા છે. બે વર્ષ થી અથાક પ્રયત્ન કરી બાળક ની જેમ આંબા કલમ ઉધારેલ ખેડૂત અમ્રતભાઈ રણછોડ ભાઈ લાડ તેમના કોઈક વિરોધી ના આ ખરાબ કૃત્ય થી ખૂબ જ ડઘાઈ ગયા છે.

અને વલસાડ રૂરલ પોલીસ મથક તેમજ મામલતદાર વસાવા ને લેખિત રાજુવાત કરી ન્યાય ની ગુહાર લગાવી છે.જે બાબતે મામલતદાર વસાવા એ ટેલિફિનિક વાતચીત માં જણાવ્યું હતું કે વહેલી તકે કલમો કાપનાર ની તપાસ કરાવી કાયદાકીય પગલાં ભરવા માં આવશે .