વડગામ,તા.૫ 

વડગામ તાલુકાનું પેપોળ ગામ વડગામથી ૧૦ કીલો મીટરના અંતરે આવેલું ગામ છે.ગામમા અનેક સમસ્યાઓ હોવાથી ગ્રામજનોને ભારે હાલાકીઓ વેઠવી પડી રહી છે.

પેપોળ ગામમાં આજે પણ હાઇસ્કૂલની સુવિધા ન હોવાથી ગામના તેમજ આસપાસ આવેલા ગામડાના વિધાર્થીઓને અભ્યાસ માટે મેમદપુર-વડગામ સહીતના ગામડાઓમાં અભ્યાસ માટે જવું પડે છે.પેપોળથી ખેરાલુ, વિસનગર, ગાંધીનગર સહિત જવા આવવા માટે વાયા મેગાળ-નગાણા-પિલુચા થઇને કોદરામ ચાણસોલ સુધી ફરીને જવા આવવા ની ફરજ પડી રહી છે.જેના કારણે પેપોળ પંથકના લોકોને વધારાનું અંતર કાપવું પડે છે. નાણાંનો વ્યર્થ વધારો થતો રહ્યો છે.લોકોને સમય પણ વધુ વેડફવો પડે છે. જેના કારણે લોકોની પરેશાન વધી જાય છે. તો પેપોળ થી ભૂખલા વચ્ચેનો આશરે ૩ થી ૪ કીલોમીટર નો રસ્તો મંજૂર કરવામાં આવે તો પેપોળ ગામ સહિત મેપડા, બાદરપુરા,સલેમકોટ, શેરપુરા (સે), ચિત્રોડા, સિસરાણા, કબીરપુરા, મેજરપુરા સહીત ના અનેક ગામડાઓના લોકોને ખેરાલુ, વિસનગર,ગાંધીનગર,અમદાવાદ જવા આવવા માટેનો એક સીધોસરળ માર્ગ મળી રહે અને લોકોને વધારાનું અંતર કાપવું બચે તેમજ સમય અને નાણાંનો વધારોનો ખર્ચ થતો અટકે તેમ છે.જેને લઇને ગ્રામજનોની સાથે સાથે તાલુકા અન્ય ગામડાઓના લોકોને સીધો અને સરળ (શોર્ટ) રસ્તો મળી રહે તે માટે પેપોળના વતની અને હાલમાં સરકારના ઇન્કમટેક્સ વિભાગ માં ફરજ બજાવતા અને પેપોળ ગામના વિકાસમાં હરહંમેશ સહભાગી બનતા કેસરીસિંહ સોલંકી દ્વારા નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ સમક્ષ લેખિતમાં રજૂઆત કરીને પેપોળથી ભૂખલાનો ડામર રોડ મંજૂર કરવા માંગ કરવામાં આવી છે. પેપોળ ગામના લોકોને આરોગ્ય બાબતે પણ મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે.પેપોળ ગામને કોદરામ પી.એચ.સી માં સમાવેશ કરાતાં પેપોળ મેપડા સહીતના ગામડાઓના લોકોને કોદરામ જવા આવવા માટે રોંગ પડતું હોય આ વિસ્તારના લોકોને કોદરામ જવા આવવા માટે વાહનોની સવલત ન હોવાથી લોકોને ચાલતા મેગાળ હાઇવે તેમજ નગાણા સુધી જવું પડે છે. કોદરામ નજીક ૫ થી ૬ કીલોમીટરના અંતરે પિલુચા પી.એચ.સી આવેલું છે. કોદરામથી આગળ જતાં ચાણસોલ,તેમજ કાલેડા ખાતે પણ પી.એચ.સી કેન્દ્રો આવેલા છે.જે માત્ર ૫ કીલો મીટર ના અંતરે છે.જેથી કોદરામ ખાતે આવેલા પી.એચ.સી.સેન્ટરને પેપોળ ખાતે ખસેડીને શરુ કરવામાં આવે તેવી માગ છે.