અંક્લેશ્વર, તા,૫ 

અંકલેશ્વર તાલુકા ના ભડકોદ્રા ગામ ની હદ માં આવેલ સુપર માર્કેટ માં સર્વે નંબર ૧૯૨ ની જગ્યા ના કોમન પ્લોટ માં દબાણ કરવા માં આવ્યુ હતુ,જેને ભરૂચ-અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા દૂર કરવામાં આવ્યુ હતુ. અંકલેશ્વર થી પાનોલી તરફ જતા નેશનલ હાઇવે નંબર ૪૮ ની બાજુ માં આવેલ સુપર માર્કેટમાં અંકલેશ્વર ના ભડકોદ્રા ગામની સર્વે નંબર ૧૯૨ માં કોમન પ્લોટ માં નજમુદ્દીનખાન દ્વારા દબાણ કરવામાં આવ્યુ હતુ, અને જે અંગે ની ફરિયાદ સ્થાનિક અતાઉલ હસમત અન્સારી એ ભરૂચ-અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળ સહિત ના સંબંધિત અધિકારી ને કરી હતી.

આને ધ્યાને લઇ ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા જીસીબી મશીન વડે દબાણ દૂર કર્યું હતુ. આ કામગીરી દરમ્યાન ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળ કચેરી ના અધિકારી ઓ ઉપસ્થિત રહ્યા હતા. દબાણોનો સફાયો કરાતાં અને સત્તામંડળની કડક કાર્યવાહી થતાં દબાણ કરનારાંમા ફફડાટ ફેલાઇ જવા પામ્યો હતો.