દિલ્હી

આજે આંતરરાષ્ટ્રીય ડ્રગ વિરોધી દિવસ નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વ્યસનમુક્તિ માટે સતત પ્રયત્નો કરી રહેલા લોકોની પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ ટિ્‌વટ કર્યું હતું કે, આજે નશા યુક્ત પદાર્થોના ઉપયોગ અને તેની ગેરકાયદેસર તસ્કરીના વિરોધના આંતરરાષ્ટ્રીય દિવસ પર, આપણા સમાજમાંથી ડ્રગ્સનને દૂર કરવા માટે કામ કરી રહેલા તમામ લોકોની હું પ્રશંસા કરું છું. લોકોના જીવ બચાવવા માટે આવા દરેક પ્રયત્નો મહત્વપૂર્ણ છે, કારણ કે નશો તેની સાથે અંધકાર અને વિનાશ લાવે છે. ”

'નશો તેની સાથે અંધકાર અને વિનાશ લાવે છે'

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પણ ટ્વીટ કર્યું હતું કે, નશાયુક્ત દવાઓના દુરૂપયોગ અને તેની ગેરકાયદેસર હેરાફેરીના આંતરરાષ્ટ્રીય વિરોધ દિવસ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર તમામ પ્રકારના માદક દ્રવ્યો સામે 'ઝીરો ટોલરન્સ' નીતિ અપનાવે છે. ભારતમાં માદક દ્રવ્યોને દૂર કરવાના અમારા નાર્કોટિક્સ બ્યુરોના જવાનોના પ્રયત્નોની હું પ્રશંસા કરું છું." આ સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ એક ટ્વીટ કર્યું છે.

'નશો એ વિનાશનું મૂળ છે'

સીએમ યોગીએ કહ્યું કે, “નશો એ વિનાશનું મૂળ છે. તે સ્વાસ્થ્ય અને સામાજિક પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડે છે. આંતરરાષ્ટ્રીય ડ્રગ વિરોધી દિવસ નિમિત્તે, ચાલો આપણે બધાએ સમાજને માદક દ્રવ્યોના દુષ્પ્રભાવોથી વાકેફ કરીને ઉત્તર પ્રદેશને 'ડ્રગ મુક્ત રાજ્ય' બનાવવાનો સંકલ્પ કરીએ. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું કે, “માદક દ્રવ્યોના કારણે લાખો લોકોના સ્વાસ્થ્યને નુકશાન થયું છે. આ પ્રસંગે ચાલો આપણે સૌ સમાજને ડ્રગ્સ મુક્ત અને સમાજને માદક દ્રવ્યોના દુષ્પ્રભાવોથી વાકેફ કરી જીવન બચાવવા સંકલ્પ લઈએ.

આંતરરાષ્ટ્રીય માદક દ્રવ્ય વિરોધી દિવસ

યુવાનોમાં વધી રહેલા ડ્રગ્સના દુરૂપયોગને રોકવા અને વૈશ્વિક સ્તરે ડ્રગ્સના દુરૂપયોગ અને ગેરકાયદેસર હેરફેરને રોકવા માટે 26 જૂનના રોજ આ આંતરરાષ્ટ્રીય દિવસ મનાવવામાં આવે છે. આ દિવસ સમાજને માદક દ્રવ્યોથી મુક્ત કરવા અને આ દિશામાં પગલાં લેવા સંયુક્ત રાષ્ટ્રના સંકલ્પના અભિવ્યક્તિ તરીકે ઉજવવામાં આવે છે. ગયા વર્ષે જાન્યુઆરીમાં દેશના 272 જિલ્લાઓ માટે ડ્રગ્સ વિરોધી કાર્ય યોજના અથવા 'ડ્રગ ફ્રી ઈન્ડિયા' અભિયાન શરૂ કરાયું હતું.