નવી દિલ્હી

કોરોના કાળમાં દેશ હાલ ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યો છે.ત્યારે વડાપ્રધાન મોદી પણ તમામ પ્રયાસ કરી રહ્યા છે.જે અંતર્ગત આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી દેશના મુખ્યમંત્રીઓ સાથે સંવાદ કરી રહ્યા છે. ગૃહમંત્રી અમિત શાહ પણ આ સંવાદમાં જોડાયા છે.


ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ગાંધીનગરથી વિડિયો કોન્ફરન્સમાં ભાગ લઈ રહ્યા છે. મુખ્ય સચિવ અનિલ મુકીમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાશનાથન, આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જયંતી રવિ, મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમાર અને રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયા સહિત વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા છે.


હવે જોવાનુ એ રહેશે કે આ બેઠકમાં શું મહત્વના નિર્ણય લેવામાં આવે છે.