દિલ્હી:-

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે 4:30 કલાકે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ભારતીય ઉદ્યોગ સંઘ (CII) ની વાર્ષિક બેઠકને સંબોધિત કરશે. આ બેઠકની થીમ 'ભારત@75: આત્મનિર્ભર ભારત માટે સરકાર અને વ્યવસાય સાથે મળીને કામ કરવાનું છે. CII ની વાર્ષિક બેઠક 11-12 ઓગસ્ટના રોજ બે દિવસ માટે યોજાશે. સિંગાપુરના નાયબ મુખ્યપ્રધાન અને આર્થિક નીતિઓ માટે સંકલન પ્રધાન હેંગ સ્વી કીટ પણ આ બેઠકને વિશેષ આંતરરાષ્ટ્રીય મહેમાન વક્તા તરીકે સંબોધશે કરશે. પ્રધાનો, વરિષ્ઠ અધિકારીઓ, શિક્ષણવિદો અને ભારતીય ઉદ્યોગના અગ્રણી પ્રતિનિધિઓ પણ આ કાર્યક્રમમાં ભાગ લેશે.