અમદાવાદ-

શાળા સંચાલકોએ શિક્ષણ ફી નહિ વસૂલી શકે તેવા રાજ્ય સરકારના પરિપત્રના એક મુદ્દાને રદ્દ કર્યા બાદ આજે ફરી ગુજરાત હાઈકોર્ટમાં ખાનગી શાળાઓ દ્વારા વસૂલતી ફી વિરૂદ્ધની અરજી પર આજે સુનાવણી ચાલી હતી.ગુજરાત હાઈકોર્ટે ગત સુનાવણીમાં ખાનગી શાળાઓને ફી વસૂલવા માટે મંજૂરી આપી હતી પરંતુ, આજે કોર્ટે ખાનગી શાળા સંચાલકોને ટકોર કરી હતી કે તેઓએ માત્ર શિક્ષણ ફી જ વસૂલવી જોઈએ.

કોર્ટે કડક શબ્દોમાં આદેશ કર્યો છે કે કોરોનાકાળમાં ઘણા વિદ્યાર્થીઓના માતા-પિતાએ નોકરી ગુમાવાનો વાતો આવ્યો છે. અમુક વાલીઓના પગારધોરણમાં પણ કાપ મુકાયો છે તેથી તેઓ તમામ ફી ચૂકવી શકે તેમ નથીકોરોનાની સ્થિતિમાં શાળાઓએ પણ ટકી રહેવું મુશ્કેલ છે પરંતુ, ઓનલાઈન શિક્ષણમાં શાળાસંચાલકો ટ્યુશન ફી સિવાય અન્ય ટ્રાન્સપોર્ટેશન ફી, સ્પોર્ટસ ફી ન ઉઘરાવી શકે. શાળાઓએ આ કપરાસમયમાં થોડાક મહિના નોન પ્રોફિટ આઉટલુક અપનાવવો પડશે તેમ હાઈકોર્ટે કડક શબ્દોમાં જણાવ્યું છે.