ગાંધીનગર-

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના રાહત કમિશનર અને અધિક સચિવના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપની બેઠક આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજવામાં આવી હતી. રાહત કમિશનરે જણાવ્યુ કે, આજે સવારે 6.00થી બપોરના 2.00 સુધી રાજ્યમાં 08 જિલ્લાના 12 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે નવસારી તાલુકામાં 13 મી.મી વરસાદ પડ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી અંતિત 350.33મી.મી. વરસાદ થયો છે. જે પાછલા ત્રીસ વર્ષની રાજ્યની એવરેજ 840 મી.મી.ની સરખામણીએ 41.71 ટકા છે. IMDએ કહ્યું છે કે બુધવારથી લઈને આવતા કેટલાક દિવસ સુધી કેટલાક રાજ્યોમાં સતત વરસાદ થશે.જેમાં ઉત્તર પ્રદેશ,મધ્ય પ્રદેશ સહિત કેટલાક અન્ય રાજ્યો પણ સામેલ છે. વરસાદથી આ રાજ્યોમાં લોકોને ગરમીથી છુટકારો મળ્યો છે. આ સાથે ઉત્તર પૂર્વ ભારત, બંગાળના સૌથી હિમાલયી વિસ્તાર અને સિક્કિમમાં 27 ઓગસ્ટ સુધી વરસાદ થશે. આસામ અને મેઘાલયના મોટાભાગના વિસ્તારમાં 25 ઓગસ્ટ સુધી ભારે વરસાદ થવાની આગાહી છે. ત્યારે યુપી, બિહાર અને ઉત્તરાખંડમાં 27 ઓગસ્ટ સુધી ઝરમર વરસાદ થવાની વાત કહેવામાં આવી છે. આ ઉપરાંત તમિલનાડુ, કેરળ અમે માહેમાં 26 અને 27 ઓગસ્ટે વરસાદનું અનુમાન છે. ત્યારે રાજસ્થાનને છોડી અન્ય મધ્યમ ભારતીય વિસ્તારમાં 27 ઓગસ્ટ સુધી વરસાદ થવાનું અનુમાન છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં પણ 27 ઓગસ્ટ સુધી વરસાદ થશે. હવામાન વિભાગનું કહેવું છે કે રાજસ્થાનમાં 24 ઓગસ્ટથી વરસાદની ગતિવિધિઓમાં ઘટાડો થશે જ્યારે 25-28 ઓગસ્ટ દરમિયાન રાજ્યના મોટાભાગોમાં હવામાનના મુખ્યતઃ શુષ્ક રહેવાની શક્યતા છે. 29 ઓગસ્ટથી એક નવી સિસ્ટમ બનવાથી રાજ્યમાં એક વાર ફરી વરસાદની ગતિવિધિઓમાં વધારો થશે. સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયે જ કેટલાક સ્થાનો પર વરસાદના અણસાર છે.