વડોદરા

વડોદરા મહાનગર પાલિકામાં ધર્મના નામે મત મેળવ્યા પછીથી સત્તા પ્રાપ્ત કર્યા બાદ પ્રજાની લાગણીને શાસકો દ્વારા રામરામ કરાતા આંધળો વિશ્વાસ મુકનારાઓમાં આઘાતની લાગણી જન્મી છે. જેના ભાગરૂપે સુરસાગર પાસે પક્ષીઓને ચણ નાખનાર શ્રદ્ધાળુઓને ચણ નાખવા પર પ્રતિબંધ મુકાતા ભાવિકળોની લાગણી દુભાઈ છે. પાલિકા દ્વારા જે સુરસાગરના સ્થળ પર ભાવિકો અને શ્રદ્ધાળુઓ દ્વારા કબૂતર,કાગડા સહિતના પક્ષીઓને માટે ચણ નાખવામાં આવતું હતું. એ સ્થળ પર ચણ નાખવા પર પ્રતિબંધ મૂકીને લોખંડી સિક્યુરિટી સટાફનો બંદોબસ્ત ગોઠવી દઈને અંગ્રેજોને પણ ભુલાવી દે એવો જુલ્મ ગુજારીને એનો કડકાઈથી અમલવારી કરાવાતા સંસ્કારીનગરીના નગરજનોને આઘાત લાગ્યો છે. તેમ છતાં ધર્મના નામે માટે મેળવનારાઓના નગર સેવકો શિસ્તના નામે કે પછી જી હજુરી કરવાને લઈને આ પ્રતિબંધની સામે હરફ સુદ્ધા ન ઉચ્ચારતા આશ્ચર્યની લાગણી જન્મી છે. માત્રને માત્ર ચૂંટણી પૂરતો પ્રજાનો ઉપયોગ કરીને ગરજ પતિને વૈદ્ય વેરી જેવું વર્તન કરતા વર્તમાન ધરાથી ગગન સુધીના હવામાં ઉડતા અને પોતાની જાતને ઈશ્વરથી પણ ઉપરના શાસન પર બિરાજેલા સમજતા સત્તાના નશામાં અંધ બનેલા ઘમંડી શાસકો સામે શહેરીજનોમાં આ પ્રશ્ને આગામી દિવસોમાં સંઘર્ષના એંધાણ વર્તાઈ રહયા છે. કોરોના મહામારીના કપરા કાળમાં માંડમાંડ બે ટંકના રોટલા ભેગા થનાર નગરજનો તેમ છતાં જીવ માત્ર પ્રત્યે દયાના ભાવને લઈને ચણ નાખતા હોય છે. જે અટકાવતા આઘાતજનક સ્થિતિ માનવો કરતા પશુ પક્ષીઓને માટે સર્જાઈ હોવાનું શહેરીજનો જણાવી રહયા છે. ત્યારે પાલિકાના શાસકો દ્વારા આ પ્રતિબંધ બાબતે ફેર વિચારણા કરીને ર્નિણય બદલવામાં આવે તેમજ ધાર્મિક પ્રજાની લાગણી દુભાવવાનો માટે અફસોસ વ્યક્ત કરવામાં આવે એમ સુરસાગર ખાતે રોજેરોજ પશુ પક્ષીઓને ચણ નાખવા આવનાર શહેરીજનો જણાવી રહયા છે. આ પ્રશ્ને જો તાકીદે યૌગ્ય ર્નિણય લેવામાં આવશે નહિ તો આ પ્રશ્ને જનજાગૃતિ લાવવાને માટે આંદોલનની ચીમકી પણ કેટલાક શહેરીજનોએ ઉચ્ચારી છે.