ન્યુ દિલ્હી

દિલ્હીમાં લોકડાઉન 31 મેના સવારે 5 વાગ્યા સુધી વધારવામાં આવ્યું છે. મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે આજે કહ્યું હતું કે, કોરોનાને જોતા દિલ્હીની સ્થિતિ બરાબર થઈ રહી છે. લોકડાઉન 1 અઠવાડિયા માટે લંબાઈ રહ્યું છે. મુખ્યપ્રધાને કહ્યું કે જો આ જ સ્થિતિ રહેશે તો અમે 31મેથી અનલોક કરવાની પ્રક્રિયા શરૂ કરીશું.

ઉત્તરપ્રદેશમાં 31 મે સુધી રાજ્યભરમાં કર્ફ્યુ જેવા પ્રતિબંધો ચાલુ રહેશે. જો કે રસીકરણ, ઔદ્યોગિક પ્રવૃત્તિ અને અન્ય આવશ્યક સેવાઓ પર પ્રતિબંધ મુક્તિ છે.

કેરળ મુખ્ય પ્રધાન પિનરાય વિજયન દ્વારા રાજ્યમાં લાગુ થયેલા લોકડાઉનને આગામી એક અઠવાડિયા સુધી લંબાવી દેવામાં આવ્યું છે. જો કે, આ વખતે નિયમો વધુ કડક બનાવવામાં આવ્યા છે. ઇ-કોમર્સ સેવા હવે માત્ર સવારે 8 થી સાંજના 6 વાગ્યા સુધી ચાલશે. બીજી તરફ, મલ્લપુરમ જિલ્લામાં ટ્રિપલ લોકડાઉન ચાલુ રહેશે, પરંતુ તિરુવનંતપુરમ, એર્નાકુલમ અને થ્રિસુરમાં કડકતા ઓછી કરવામાં આવી છે.

રાજસ્થાનમાં લોક ડાઉન 8 જૂન સુધી લંબાવી દેવામાં આવી છે. લગ્ન સમારોહ 30 જૂન સુધી મુલતવી રાખવામાં આવ્યા છે. નવી માર્ગદર્શિકા મુજબ, શુક્રવાર 28 મે શુક્રવારથી બપોરે 12: 00 થી મંગળવાર 1 જૂન સુધી અને શુક્રવાર 4 જૂન બપોરે 12:00 થી મંગળવાર 8 જૂન સાંજે 5:00 વાગ્યા સુધી જરૂરી સેવાઓ સિવાય બંધ રહેશે.