ચંદીગઢ-

ચંદીગઢના સિટી બ્યૂટીફૂલ સેક્ટર 52માં એક હોટલમાં પોલીસે છાપો મારીને એક સેક્સ રેકેટનો ભંડો ફોડ્યો છે. પોલીસે હોટલના રૂમમાંથી 10 યુવતી સિવાય હોટલ મેનેજર, એજન્ટ સમેત ત્રણ લોકોની ધરપકડ કરી છે. પોલીસે આ મામલે કેસ નોંધીને હોટલ સીલ કરી છે. આ મામલે પોલીસને ગુપ્ત સૂચના મળતા પોલીસે કાર્યવાહી કરી હતી. જેમાં એસપી સાઉથ નેહા યાદવની લીડમાં એક ટીમ બનાવવામાં આવી હતી. અને પોલીસે ડમી ગ્રાહક બનીને હોટલની મુલાકાત કરી હતી.

સંકેત મળતા જ પોલીસ પ્રભારી બલદેવ કુમાર અને તેમની ટીમ અલગ અલગ રૂમથી 10 યુવતીઓને પકડી હતી. તપાસમાં સામે આવ્યું કે યુવતીઓ લાંબા સમયથી આ દેહવેપારનું કામ અહીં કરી રહી હતી. અને તે પછી તે તમામની ધરપકડ કરવામાં આવી હતી.પોલીસે હોટલ મેનેજર, એજન્ટ સમેત 4 લોકોની ધરપકડ કરી છે. અને આ યુવતી ચંદીગઢ સિવાય બીજા શહેરોથી યુવતી બોલાવી આ વેપાર કરતો હતો. પોલીસે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ યુવતીઓ પંજાબ, નેપાળ અને અન્ય શહેરોની રહેવાસી છે.હોટલમાં સેક્સ રેકેટનો ખુલાસા પછી સેક્ટર 61ના 5 પોલીસકર્મીઓ પર પણ ગાજ પડી શકે છે. આ કાર્યવાહી પછી મુંશી બૃજેશ, કજહેડી બીટી બોક્સના ઇન્ચાર્જ હેડ કોન્સ્ટેબલ પવન કુમાર અને સ્ટાફ કાંસ્ટેબલ કવિતને હાજર થવાનું કહેવામાં આવ્યું છે. ઉલ્લેખની છે કે કોરોના સમયે આ રીતે વેપાર અનેક લોકોને બિમારી કરી શકે છે.