વડોદરા

૭૨મા પ્રજાસત્તાક પર્વે શાસ્ત્રીબ્રિજ પાસે રહેતા રહીશો દ્વારા હાઈસ્પીડ બુલેટ ટ્રેન પ્રોજેકટમાં તેમના મકાનો, દુકાનોની સંપાદિત થતી જગ્યાનું યોગ્ય વળતર અને પુનર્વસન કરવાની માગ સાથે માનવસાંકળ રચીને દેખાવો યોજ્યા હતા અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ અંગે ગ્રામીણ એકતા પ્રજાવિચાર મંચના અગ્રણી હસમુખ ભટ્ટે જણાવ્યંુ હતું કે, હાઈસ્પીડ બુલેટ ટ્રેન પ્રોજેકટ અંતર્ગત નાણાવટીની ચાલ, ફરામજી ચાલ અને શંકરવાડીના ર૦૦ જેટલા રહીશોની દુકાનો તેમજ મકાનો સંપાદન કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જે સંદર્ભે નોટિસો આપવામાં આવી છે. પરંતુ સરકાર દ્વારા યોગ્ય વળતર આપવામાં આવતું ન હોવાથી યોગ્ય વળતર અને પુનર્વસનની માગ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.હાઈસ્પીડ બુલેટ ટ્રેન પ્રોજેકટ સામે વિરોધ નથી, પરંતુ યોગ્ય વળતર તેમજ પુનર્વસન માટેની વ્યવસ્થા કરવામાં આવે તેવી માગ છે.

પરંતુ તે આપવામાં આવતી ન હોવાથી તા.ર૬મી જાન્યુઆરીએ ૧૫૦થી વધુ મહિલાઓ સહિત રહીશોએ પ્લેકાર્ડ અને બેનર્સ સાથે માનવસાંકળ રચીને વિરોધ કરવામાં આવ્યો હતો.