વડોદરા 

પાલિકાએ કોરોના કાળના લોકડાઉનના ભાડાના બીલો ફટકારતા રાત્રી બજારના વેપારીઓનો ઉગ્ર વિરોધ

વડોદરા મહાનગર પાલિકાની આર્થિક સ્થિતિ ડામાડોળ છે. જેને લઈને વાસણો વેચીને નાણાં ઉભા કરવાનું આયોજન સુદ્ધા કરી દેવાયું છે. રોજ સવાર ઉઠતા પાલિકાના શાસકો અને તંત્ર કોઈને કોઈ રીતે આવક વધારવાને માટે કે પછીથી નાણાં ઉભા કરવાને માટે કોઈને કોપી નવું ગતકડું શોધી કાઢે છે. હવે પાલિકાએ શહેરના રાત્રી બજારના દુકાનદારોને લોકડાઉં સમયના ભાડાના બીલો ફટકારતા એનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. તેમજ આ ભાડા માફ કરવાને માટે પાલિ૮કા સમક્ષ ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. ત્યારે હવે પાલિકા આને લઈને કેવું વલણ અપનાવે છે. એના પર વેપારીઓ આગામી વિરોધ કરવા બાબતે ર્નિણય લેશે એમ જણાવી રહ્યા છે.