અમદાવાદ, અમદાવાદ સિવિલ હોસ્પિટલના ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિએશન સાથે જાેડાયેલા ૧૭૦૦ સિનિયર તબીબોએ આજે વિરોધ પ્રદર્શન કર્યું હતું તેમની ૧૫ માંગણીઓ નહિ સંતોષવામાં આવતા વિરોધ કરવામાં આવ્યો છે જાેકે આ ડોકટરોની ૨૦૦૮ થી ૧૫ માંગણીઓ છે જે હાલ સુધીમાં પેન્ડિંગ છે અને અનેક રજુઆત બાદ પણ સરકાર તેમની માંગણીઓ પર ધ્યાન નથી આપતી કે નથી વિચારણા કરતી તેમને સાતમા પગાર પંચના લાભ થી પણ વંચિત રાખવામાં આવ્યા છે ૧૭૦૦ જેટલા ડોક્ટરો પગાર પંચથી વંચિત છે તો બીજી તરફ વંચિત સિનિયર ડોક્ટરોના સમર્થનમાં જુનિયર ડોક્ટરો પણ તેમના સમર્થનમાં આવ્યા છે આ કોરોના કાળમાં તમામ ડોક્ટરો કામથી અળગા રહેતા કફોડી હાલત સર્જાવાના એંધાણ છે.

થોડા દિવસ પહેલા જ તેમને એક બેઠક યોજી હતી જેમાં અલગ અલગ ૧૫ મુદ્દાઓને સરકાર સમક્ષ મુકવામાં આવ્યા હતા અને કહ્યું હતું કે સરકાર જલ્દી જ આ વિશે કોઈ ર્નિણય લે અમારી જે માંગ છે એ સરકાર ઈચ્છે તો એક જ દિવસમાં પુરી થાય એવી છે જુનિયર ડોકટરો જાે હડતાલ અને વીરોધ કરી ને તેમની માંગણીઓ પુરી કરી શકતા હોય તો હવે અમે પણ આ જ રીતે અમારી માંગણીઓ પુરી કરાવીશું હાલમાં આ ડોકટર્સ વિરોધ કરી રહયા છે પરંતુ જાે માંગણીઓ નહીં પુરીતલ થાય તો હડતાળ કરીશું અગાઉ જુનિયર ડોકટર અને આઉટસૉરસિંગના નર્સિંગ વિભાગ ઘ્વારા પણ હડતાલ કરવામાં આવી હતી અને કામ થી અળગા રહયા હતા જાે ડોકટર અને નર્સિંગ સ્ટાફ આ કોરોનાકાળમાં કો કામ થી અળગા રહેશે તો પરિસ્થિતિ વિકટ બનશે એવા અર્પણ એંધાણ છે.

આ હડતાલ વિશે સિવિલના ડેપ્યુટી સુપ્રીડેન્ટન્ટ એ લોકસત્તા જનસત્તા સાથે વાત કરતા જણાવ્યું હતું કે હાલમાં જે પરિસ્થિતિ છે એ અમે સમજીએ છીએ પરંતુ અમારી માંગણીઓ પણ વ્યાજબી છે અમને ૨૦૦૮ થી કોઈ પણ પ્રકારની માંગણીઓ પુરી નથી કરી સરકાર એ કે ના એના પર ધ્યાન આપ્યું છે સાતમો પગારપંચ પણ આપ્યો નથી વહીવટી વિભાગિય બઢતી આપવામાં આવી નથિ હવે અમારા થી જુનિયર ડોકટર પોતાની માંગ પુરી કરી લીધી છે અમારી આ માંગણીઓ પુરી થશે ત્યારે જ અમે કામ પર પરત ફરીશું અમે આજે વિરોધ કર્યો છે કાલ થી હડતાળ પર જઈશું. તો બીજી તરફ આ ડોકટર કહી રહયા છે કે અમે હડતાળ માટે પહેલા પણ વિચાર્યું હતું પરંતુ કોરોના ની બીજી વેવ એ કહેર મચાવ્યો હતો જેથી અમે સરકારને લેખિત બહેધરી આપી હતી કે અમે હડતાલ નહીં કરીએ કોરોના હોય કે બીજી કોઈ ગંભીર પરિસ્થિતિ અમે દર્દીઓની સેવા કરી છે અમે દર્દીઓના સગાંનો માર પણ ખાધો છે તો પણ અત્યારે ફરજ બજવી રહયા છીએ કેટલા સમય થી અમે રજા નથી લીધી આ કોરોના કાળ મા જીવ ના જાેખમ મા કામ કર્યું છે તો પણ સરકાર અમારી માગણીઓ પુરી નથી કરતી તો હવે હડતાલ જ એક ઉકેલ છે.