વડોદરા : રાજ્ય સરકારે તલાટીઓને સોગંદનામા કરવાની આપેલી સત્તાથી વકીલઆલમમાં ઘેરા પ્રત્યાઘાતો પડવા સાથે રોષ ફેલાયો છે અને વડોદરા વકીલમંડળે તાકીદની મિટિંગ બોલાવી સરકારના આ પગલાંનો વિરોધ કરી આંદોલન છેડયું છે. આ પરિપત્રની હોળી કરીને આંદોલન શરૂ કરનાર વકીલોએ આજે બપોરે દિવાળીપુરા, ન્યાયમંદિર કોર્ટ પાસે જાહેર માર્ગ ઉપર કાયદાની ગો ખોદનાર રાક્ષસનું પૂતળાદહન કર્યું હતું અને રાજ્ય સરકારને તાકીદે આ પરિપત્ર પરત ખેંચી વકીલ-નોટરીઓને થઈ રહેલ અન્યાય દૂર કરવા પગલાં લેવાનું જણાવી પૂતળાદહન કરાયું હતું.વકીલમંડળ દ્વારા હાઈકોર્ટમાં આ અન્યાય સામે રિટ પિટિશન દાખલ કરાશે અને આંદોલનનો વ્યાપ સમગ્ર ગુજરાતમાં વધારવા ચક્રો ગતિમાન કર્યા હોવાનું વકીલમંડળના પ્રમુખ હસમુખ ભટ્ટે જણાવ્યું હતું. જાે કે, પૂતળાદહન કરનાર વકીલોની પોલીસે ધરપકડ કરીલ હતી અને પ્રમુખ હસમુખ ભટ્ટ, રિમેશ ઠક્કર, નેરન સુતરિયા, નિમિષા ધોત્રે, અલ્પેશ પટેલ, જેમ્સ મેકવાન, અનિલ તેમજ કોમલ કુકરેજા સહિતને પોલીસ વાનમાં બેસાડી પોલીસ મથકમાં લઈ જવાય હતા.