અમદાવાદ-

20 ઓક્ટોબરના રોજ વેસ્ટર્ન રેલ્વે મજદૂર યુનિયન દ્વારા બોનસ અને પોતાની પડતર માગણીઓને લઇને અમદાવાદ, વડોદરા, મુંબઇ, રાજકોટ, સુરત, રતલામ અને ભાવનગર ખાતે વિરોધ પ્રદર્શનો યોજવામાં આવશે. વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘે પોતાની કેટલીક માગણીઓ રેલવે સમક્ષ મૂકી છે. જે અંતર્ગત દશેરા પહેલા તેમણે ગયા વર્ષનું બોનસ આપવું, નાઈટ ડ્યૂટી માટેનું એલાઉન્સ ચૂકવવું, કર્મચારીઓના સંતાનોને લાયકાતના આધારે નોકરી આપવી, રેલવેનું ખાનગીકરણ રોકવું, મોંઘવારી ભથ્થુ આપવું અને જૂની પેન્શન સ્કીમ ચાલુ રાખવાની માગ કરવામાં આવી છે. અમદાવાદમાં ડિવિઝનલ રેલવે મેનેજર ઓફિસ કમ્પાઉન્ડ ખાતે 20 ઓક્ટોબરના રોજ વેસ્ટર્ન રેલ્વે મજદૂર યુનિયન દ્વારા દેખાવો કરવામાં આવશે.