ડભોઇ

ડભોઇના બજારો માં ડભોઇ ના પ્રાંત અધીકારી શિવાની ગોયલે કોરોના ના વધતાં કેશો ને પગલે માસ્ક, સોસિયલડિસ્ટન્સ સહિત ની સરકાર ની ગાઈડ લાઇન મુજબ કામ થઈ છે તેની સમીક્ષા કરી હતી.

 ડભોઇ મદદનીશ કલેક્ટર અને પ્રાંત અધીકારી શિવાની ગોયલ સાથે મામલતદાર જે.એન.પટેલ, ચીફ ઓફીસર એસ.કે.ગરવાલ સહિત પોલીસ અધીકારીઓ દ્વારા ડભોઇ ના બજારો માં હાલ રાજ્ય માં વધી રહેલા કોરોના ના કેશો ને પગલે સમીક્ષા કરવામાં આવી હતી. નગર જાણો બજારો માં સોસિયલ ડિસ્ટન્સનું પાલન કરે, માસ્ક પહેરે, અને સમૂહમાં ભેગા ન થાય તે નું ધ્યાન રાખે તે માટે લોકો ને સૂચના આપવામાં આવી હતી. હાલ સમગ્ર રાજ્ય માં કોરોના કહેર દિવસે દિવસે વધી રહ્યો છે ડભોઇ નગર માં પણ ગત રોજ ૪ જેટલા કોરોના ના કેશો આવ્યા હતા કુલ આંક ૭૭૮ ને પાર ગયો છે ત્યારે નગર માં લોકો સરકાર ની ગાઈડ લાઇન નું પાલન કરે તે અણીવાર્ય છે આજ રોજ ડભોઇ મદદનીશ કલેક્ટર અને પ્રાંત અધીકારી શિવાની ગોયલ દ્વારા બજારો માં ફરી લોકો ને સરકાર ની ગાઈડ લાઇન નું પાલન કરવા સૂચના આપવામાં આવી હતી સાથે સાથે મામલતદાર જે.એન.પટેલ,ચીફ ઓફીસર એસ.કે.ગરલવાલ અને પોલીસ અધીકારીઓ પણ બજારો માં ફર્યા હતા. જ્યારે પ્રાંતઅધિકારી સિવાની ગોયલ દ્વારા સરકાર ની ગાઈડ લાઇન નું પાલન ન કરતાં સામે દંડ નીય કાર્યવાહી કરવામાં આવતી હોવા અંગે સમીક્ષા પણ કરી હતી. નગર માં કેશો ન વધે તેની તકેદારી ના ભાગ રૂપ નગર માં અધીકારીઓ દ્વારા સરકાર ની ગાઈડ લાઇન નું પાલન કરવામાં આવી રહ્યું છે.લગ્ન સત્કાર સમારંભમાં ૧૦૦ વ્યક્તી ઑ ની મર્યાદા જ રહેશે.