વલસાડ : વલસાડ જિલ્લા ના સંપૂર્ણ આદિવાસી વિસ્તાર કપરાડા તાલુકા ની ગ્રામપંચાયતો માં તલાટી અને સરપંચો દ્વારા વિકાસકામો માં મસમોટા કૌભાંડો થતા હોવાની અવાર નવાર લોકો માં ચર્ચા ઉઠતી જ રહે છે પરંતુ તલાટીઓ ર્નિભય બની મરજી પ્રમાણે કામગિરી કરી રહ્યા છે. સરકારી નીતિ નિયમો ને ઘોળી ને પી ગયા હોય તેમ તલાટીઓ અરજદારો સાથે ઉદ્ધત વર્તન કરી રહ્યા છે. કપરાડા થી ત્રીસ કિલોમીટર દૂર થી આવેલ ફળી સુથારપાડા ગામ નો તલાટી ગ્રામપંચાયત પર ન મળતા એક અરજદાર કામ અર્થે તાલુકાપંચાયત કચેરી પર આવી પોતા ના કામ કરી આપવા તલાટી ને વિનંતી કરી હતી.પરંતુ સત્તા ના નશા માં મદમસ્ત બની ગયેલ તલાટી અરજદાર ની વાત પર બિલકુલ ધ્યાન ન આપી મોબાઈલ માં પબજી ગેમ રમતા રહ્યા હતા.અરજદારે અનેક વાર કામ માટે અરજી કરતા પબજી ગેમ રમી રહેલ તલાટી નો પારો ગયો હતો અને અરજદાર પર ગુસ્સે ભરાઈ તેની સાથે ઉદ્ધત વર્તન કર્યું હતું. અરજદાર સાથે ઉદ્ધત વર્તન કરતા ગેમ રમવા માં તલ્લીન થઈ ગયેલ તલાટી નો વિડિઓ સોસીયલ મીડિયા માં વાઇરલ થતા કપરાડા તલાટી મંડળ સહિત સરકારી તંત્ર માં હડકમ્પ મચ્યો છે. કપરાડા તાલુકા માં તલાટીઓ દ્વારા અરજદારો સાથે ના વર્તન અને ફરજ ના સમયે પણ મનોરંજન કરતા હોવાના વાયરલ થયેલ વિડિઓથી ગામમાં ચર્ચાનું કારણ બન્યો છે.