છોટાઉદેપુર,તા.૨૦

છોટા ઉદેપુર નગર ની ગુરૂકૃપા વિસ્તારના રહેશો દ્વારા પસાર થતા નેશનલ હાઇવે નંબર ૧૧ ઉપર અક્સ્માતી સ્થળો એ બમ્પ બનાવવા માટે તેમજ સરકાર ની જાેગવાઈ નું પાલન કરાવવા પ્રાંત અધિકારી છોટાઉદેપુર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

ગુરુકૃપા વિસ્તારના રહીશોએ છોટાઉદેપુર જિલ્લા સેવા સદન સ્થિત પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતુ. જેમાં જણાવ્યું કે નગરમાંથી પસાર થતા હાઇવે રોડ ઉપર અવારનવાર ગંભીર અકસ્માતો બનતા રહે છે અને આ રસ્તો ગુજરાત અને મધ્યપ્રદેશને જાેડતો એકમાત્ર માર્ગ છે જેને લઇ આ રસ્તા ઉપર ભારદારી વાહનોની અવરજવર સતત રહે છે. માટે નગરના નાના વાહનો જેવા કે સ્કુટી અને બાઈક સાથેના અકસ્માતો થતા હોય છે. જેનું પરિણામ ઘણું જ ગંભીર આવતું હોય છે. તો આના નિવારણ રુપ આ જ હાઇવે ઉપર ધંધોળામાં બે બમ્પ અને ગોપાલપુરા અને ગામડી ગામમાંથી પસાર થતાં આજ રોડ પર મોટા બંપ મુકવામાં આવ્યા છે. ત્યારે છોટા ઉદેપુર ગુરુકૃપા રહીશો વતી વિસ્તારના સામાજિક કાર્યકરો કનુભાઈ ગઢવી રાહુલભાઈ પરમાર, અંકુરભાઈ પંચોલી, હરિભાઈ ગોરાના ની માંગ છે કે આ હાઈવે ની આસપાસ શાળાઓ બાલમંદિર કોલેજ રહેણાંક વિસ્તારો હોય આ રસ્તા ઉપર અવર-જવર વધારે રહે છે. અને ભૂતકાળમાં ખૂબ જ ગંભીર અકસ્માતો થયા છે, અને ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે. અને હાલ આ રસ્તાનું કામ ચાલુ હોય સરકાર ની જાેગવાઈ મુજબ કોઈ બાંધકામ નું કામ ચાલતું હોય ત્યાં કામની વિગત દર્શાવતું સાઈનબોર્ડ મારવાની જાેગવાઈ છે.

પરંતુ હાલ ચાલતા કામની અંદર કોઈપણ પ્રકારનું રસ્તા ઉપર કે આજુબાજુ આવું સાઈનબોર્ડ જાેવા મળતું નથી. તો આ આ રોડ ઉપર બમ્પ સ્પ્રીડ બ્રેકર મૂકવા માંગ કરવામાં આવી છે. આ હાઇવે મધ્યપ્રદેશ ને જાેડતો હોઈ અહીંયા થી કેટલાક સરકારી અનાજ ના દુકાનદારો ( અનાજ ના કૌભાંડીઓ ) દ્વારા ઘઉં,ચોખા દાળ તેલ ના કાળા બજારિયા ઓ તેમના વાહનો પુર ઝડપે ચલાવતા હોય તેઓ આવા સ્પીડ બ્રેકરો નો વિરોધ કરી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યુ છે.