તેઓ માત્ર સામસામે જ ભસતા નથી - પરંતુ પોતાની હાજરીની યાદ અપાવવા નિર્દોષ રાહદારીઓની સામે પણ ભસે છે અને બચકાં ભરવા ધસે છે. સ્માર્ટ સિટીના બિરૂદને સાર્થક કરતા આવા દૃશ્યો માત્ર શેરી કૂતરાઓના ઝૂંડના જ નહીં - રસ્તા પર ગાયોના ઝૂંડના પણ સહજ ઉપલબ્ધ છે. પાલિકાની સામાન્યસભામાં બેસનાર અને ‘વહેંચીને ખાનાર’ તમામ પ્રજાપ્રતિનિધિઓ પોતપોતાની વાતાનુકુલિત એસ.યુ.વી.ગાડીઓમાં ફરતા હોય એટલે સ્વાભાવિક રીતે તેમને સામાન્ય નાગરિકોને કનડતા રખડતાં કૂતરા-ગાય-ભેંસોની સમસ્યાની કલ્પના પણ ન હોય. ખેર... જેવા નાગરિકોના નસીબ...