‘હા બોલો...ગૃહ રાજ્યમંત્રી હોવા છતાં મેં કોરોના ગાઈડલાઈનનો ખૂલ્લેઆમ ભંગ કર્યો છે. મેં માસ્ક નથી પહેર્યું...પણ મારી સુરક્ષામાં તહેનાત વડોદરાના પોલીસ કમિશનરથી માંડી રાજ્યના ડીઆઈજી તો શું સ્વયં કેન્દ્રીય ગૃહમંત્રી સુધ્ધાં મારી પાસે માસ્કના નિયમનો ભંગ કરવા બદલ રૂા.૧૦૦૦નો દંડ વસૂલ કરવાની હિંમત તો કરી બતાવે...’ આર્થિક તંગીમાં પણ જંગી દંડ ભરવાની સજા ભોગવી ચૂકેલા હજારો નિર્દોષ નાગરિકોએ આ તસવીરો જાેઈને ભૂલેચૂકે પણ એવું માની લેવાની ગેરસમજ કરી લેવી નહીં કે વડોદરામાં ઉપસ્થિત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જાહેરમાં ઉપર મુજબના વાકયો બોલ્યા હશે. આ જાહેર ખુલાસા પછી પણ જાે કોઈ નાગરિક એવું માનશે તો એણે એના આ કલ્પનાવિશ્વમાં રાચવાના બેવકૂફીભર્યા ગુનાની સજા પણ ભોગવવી પડશે. - લિ .કાયદા-કાનૂનના ચુસ્ત ૫ાલનના આગ્રહી ભાજપા ઉપાસકો.