સુરત : ગુજરાતનું એકમાત્ર દૈનિક સંસ્કૃત સમાચાર પત્ર સુરતથી નીકળે છે. આ સંસ્કૃત ભાષાનું પેપર ચલાવનાર અન્ય કોઈ નહીં પરંતુ દાઉદી વ્હોરા સમાજના મુસ્લિમ બંધુઓ છે.દસ વરસથી સુરતમાંથી પ્રકાશિત થતાં વિશ્વસ્ય વૃતાંતમ સંસ્કૃત સમાચાર પત્રના મેનેજીંગ એડિટર મુર્તુઝા ખંભાતવાલા છે. મુરતુઝા ખંભાતવાળા ધો. ૧૦માં ઓપશનલ વિષય તરીકે રાખનારા એક માત્ર મુસ્લિમ વિદ્યાર્થી હતા. મુરતુઝાનો સંસ્કૃત વિષય નહોતો પરંતુ પરિણામ આવ્યું ત્યારે સૌથી વધુ ગુણ સંસ્કૃત ભાષામાં હતા. જે તે સમયે સંસ્કૃત ભાષાનો અભ્યાસ કરવામાં ખૂબ જ રુચિ પડી હતી. ત્યારથી માંડી સંસ્કૃતમાં કંઈક કરવું છે એવી ભાવના અને ઘેલછા મુરતુઝાને થઈ હતી. જ્યાં બાદમાં વર્ષ ૨૦૧૧માં સુરતમાં ડી.સી. ભટ્ટ સાથે સંસ્કૃત પેપરની શરૂઆત કરી હતી. જેની સંપૂર્ણ જવાબદારી મુરતુઝાએ સ્વીકારી હતી. જોકે બે ત્રણ વર્ષમાં લીડરશીપ ન મળતા સમાચારપત્ર બંધ કરવાની નોબત આવી પડી હતી. સમાચારપત્ર બંધ કરવું પડે તેવી ઈચ્છા મુરતુઝાને ન હતી. જે અંગે મુરતુઝાએ પોતાના મામા સેફી સંજેલીવાલાને આ બાબત જણાવી હતી. જે બાદ મામાએ સમાચાર પત્ર ચલાવવા માટે ટેકો આપતા ઉત્સાહ આવ્યો હતો. તે દિવસથી આજ દિન સુધી સંસ્કૃત ભાષાનું આ સમાચાર પત્ર પોતાના વાચકો સુધી પહોંચાડી રહ્યા છે.પ્રતિ દિવસ સુરતથી દૈનિક ચાર પાનાનું સંસ્કૃત ભાષાનું આ સમાચાર પત્ર સુરતના શિવરાજ ઝા, મુરતુઝા ખંભાતવાળા સહિત અન્ય મુસ્લિમ મિત્રો કાઢે છે. વિશ્વસ્ય વૃંતાતમ નામથી કાઢવામાં આવતું સંસ્કૃત ભાષાના આ સમાચાર પત્રમાં રાજકારણ, શહેરની ઘટનાઓ, લોક સમસ્યાઓ, સ્પોર્ટ્‌સ હેલ્થ ફિલ્મી સમાચાર સ્પેશિયલ કોલમનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે..વિશ્વસય વૃંતાંતમ દૈનિક સંસ્કૃત સમાચાર પત્રનો વાંચકોનો વર્ગ પણ મોટો છે. ગુજરાત સિવાય બિહાર, ઓરિસ્સા મધ્ય પ્રદેશ, યુપી, કર્ણાટક, પંજાબ ,કાશ્મીર, હિમાલય દિલ્હી અને ઉત્તરાખંડ જેવા રાજ્યોમાં પણ આ સંસ્કૃત સમાચાર પત્રના વાચકોનો વ્યાપ પણ સૌથી વધુ છે. આ અંગે મુરતુઝા ખંભાતવાળાએ જણાવ્યું હતું કે ઉધના ખાતેની ઓફિસમાં દૈનિક સમાચાર પત્રોનું લગભગ ચારથી પાંચ કલાક ટાઈપિંગ પેજ સેટિંગનું કામકાજ કરાય છે. સુરત અને દિલ્હીમાં બે બે ટ્રાન્સલેટર છે. જે ખબરોનું સંસ્કૃતમાં ભાષાંતર કરે છે. જે બાદ તમામ સંસ્કૃત મેટરનું ટાઈપિંગ થાય છે. સંસ્કૃત ભાષાના સમાચાર પત્ર ચલાવતા એડિટર શિવરાજ ઝાએ જણાવ્યું હતું કે, સંસ્કૃત પ્રત્યેના પ્રેમના કારણે જ હાલ અખબાર ચાલી રહ્યું છે.