કચ્છ-

વડાપ્રધાન મોદી આજે કચ્છની મુલાકાતે આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભુજ એરપોર્ટથી સીધા ધોરડો પહોંચશે. ધોરડો ખાતે વડાપ્રધાન કચ્છના પ્રગતીશીલ ખેડૂતોને અને કચ્છ સરહદે ખેતી કરતા પંજાબી ખેડૂતોને મળી તેમની સાથે વાર્તાલાપ કરશે. આ ઉપરાંત ભૂકંપગ્રસ્તની યાદમાં ભુજમાં બની રહેલા મેમોરિયલ પાર્કની મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને અધિકારીઓ સાથે સમીક્ષા કરશે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કચ્છના એક દિવસીય પ્રવાસે આવી રહ્યા છે. ​વડાપ્રધાન મોદી કચ્છના માંડવી ખાતે ડિસેલિનેશન પ્લાન્ટ તેમજ વિશ્વના સૌથી વિશાળ રિન્યુએબલ એનર્જી પાર્કનું કચ્છના ટેન્ટ સિટી, ધોરડોથી મંગળવાર બપોરે 2.00 કલાકે ખાતમૂર્હુત કરશે. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપસ્થિત રહેવાના છે. વડાપ્રધાન મોદી ગુજરાતના શીખ ખેડૂતોને પણ મળશે. આ માહિતી એક સત્તાવાર નિવેદનમાં આપવામાં આવી છે. નિવેદન મુજબ, વડાપ્રધાન કેટલાક પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે અને કચ્છના ધોરડોના ખેડૂતો અને કલાકારો સાથે વાતચીત કરશે. તેઓ મુખ્ય કાર્યક્રમ પૂર્વે કચ્છના ખેડૂતો સાથે ચર્ચા કરશે.

વડાપ્રધાન જે પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે તેમાં હાઈબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક અને સ્વચાલિત દૂધ પ્રોસેસિંગ અને પેકિંગ પ્લાન્ટ શામેલ છે. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ઉપસ્થિત રહેશે. વડાપ્રધાન સફેદ રણની પણ મુલાકાત લેશે. કચ્છના વિઘાકોટ ગામમાં બનાવવામાં આવનાર એનર્જી પાર્ક દેશનો સૌથી મોટો નવીનીકરણીય ઉર્જા ઉત્પાદન પાર્ક હશે. રાજ્યના માહિતી વિભાગ દ્વારા જારી કરાયેલ એક અખબારી યાદી મુજબ, ભારત-પાક સરહદ નજીકના શીખ ખેડૂતોને વડાપ્રધાન સાથે વાતચીત કરવા આમંત્રણ અપાયું છે. કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં અને આસપાસ કુલ મળીને 5,000 જેટલા શીખ પરિવારો રહે છે.