પુણે-

પુણેમાં એલપીજી સિલિન્ડર વિસ્ફોટથી દેશ હચમચી ગયુ છે. રવિવારે આ ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય 13 લોકો ઘાયલ હોવાનું જણાવાયું છે. મળતી માહિતી મુજબ મહારાષ્ટ્રનાં પુણે જિલ્લાનાં પિંપરી ચિંચવાડ વિસ્તારમાં એક મકાનમાં એલપીજી સિલિન્ડર ફાંટ્યો હતો. આ ઘટના પિંપરી ચિંચવાડ ઔદ્યોગિક શહેરમાં દિઘી વિસ્તારમાં રહેણાંક સોસાયટીમાં બની હતી.

સ્થાનિક પોલીસનાં એક અધિકારીએ જણાવ્યા મુજબ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે સિલિન્ડરમાં થયેલો વિસ્ફોટ ગેસનાં લિકેજ થવાને કારણે થયો છે , જ્યારે ગેસ સ્ટવને ચલાવવામાં આવ્યું ત્યારે તે ફાટ્યો હતો. અધિકારીએ જણાવ્યું કે, આ ઘટનામાં અત્યાર સુધી 1 નું મોત નીપજ્યું છે અને 13 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.