મુંબઈ-

શુક્રવારે સવારે બજારમાં આરંભિક વેચવાલીના દબાણને પગલે સેન્સેક્સ નીચો ગયો હતો. જો કે, ત્યારબાદ જાહેરક્ષેત્રની બેંકો અને એફએમસીજીના શેરોમાં લેવાલી નીકળતાં ઘટાડો સરભર થયો હતો. દિવસના આરંભે સેન્સેક્સ એક સમયે 51040 સુધી પહોંચી ગયો હતો. પરંતુ ત્યારબાદ તેમાં સુધારો જોવાતા તે 51340 સુધી ઊંચો ગયો હતો. 

નિફ્ટી 50ની ફરીથી 15,100ની સપાટી જોવાઈ હતી. પાવરગ્રીડ અને આઈસીઆઈસીઆઈના શેરોમાં 2 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. એનટીપીસી, બજાજ ઓટો અને સ્ટેટબેંક ઓફ ઈન્ડિયાના શેરોમાં પણ એક ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. સામે છેડે, રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને હિંદુસ્તાન યુનિલિવરમાં સુધારો જોવાયો હતો. નિફ્ટીના મોટાભાગના સેક્ટર સૂચકાંકો રેડમાર્કમાં એટલે કે નીચાભાવે વેપાર કરતા જોવા મળ્યા હતા. જો કે, તેનાથી વિપરીત રીતે નિફ્ટી પીએસયુ બેંક સૂચકાંક 1.2 ટકા ઊંચો જોવાયો હતો. વ્યાપક બજારમાં બીએસઈ મિડકેપમાં અડધા ટકાનો જ્યારે સ્મોલકેપ ઈન્ડેક્સમાં 0.1 ટકાનો ઘટાડો જોવાયો હતો.