જૂનાગઢ-

સોમવારથી સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાની શરૂઆત જૂનાગઢ કેન્દ્રથી કરવામાં આવી હતી. સવારે 10:00 કલાકે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં નિર્ધારિત કરવામાં આવેલા ખરીદ કેન્દ્ર પર 15 ખેડૂતોને પ્રથમ દિવસે ત્રણ તબક્કામાં બોલાવીને ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જૂનાગઢ જિલ્લાના નવ ખરીદ કેન્દ્રો પર સરકાર દ્વારા નિર્ધારિત કરેલા ટેકાના ભાવે મગફળીની ખરીદ પ્રક્રિયા સોમવાથી શરૂ કરવામાં આવી છે. જૂનાગઢ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં નિર્ધારિત કરેલા કેન્દ્ર પર સોમવારે ખેડૂતોને બોલાવીને સરકાર દ્વારા નક્કી કરાયેલા ધારા ધોરણ મુજબ મગફળીની ચકાસણી કરીને તેની ખરીદી કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ વર્ષે ટેકાના ભાવે મગફળીની ખરીદી કરતી વખતે નવી વ્યવસ્થા ઊભી કરાઇ છે. ત્રણ તબક્કામાં એટલે કે, સવારે 8:00 કલાકે 11:00 અને બપોરના 2:00 એમ ત્રણ તબક્કામાં રજિસ્ટર્ડ થયેલા ખેડૂતોને બોલાવીને તેમની પાસેથી મગફળી સરકાર દ્વારા નિર્ધારિત કરેલા ટેકાના ભાવેથી ખરીદવામાં આવી રહી છે. જૂનાગઢ જિલ્લાના 9 ખરીદ કેન્દ્રો પર આગામી બે દિવસ સુધી ટેકાના ભાવે મગફળીની ખરીદી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. સરકારે રજિસ્ટર માટે જે વ્યવસ્થા ઊભી કરી હતી, તેમાં 5,100 જેટલા ખેડૂતોએ પોતાની મગફળી સરકારને ટેકાના ભાવે વહેંચવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જેને તબક્કાવાર જેતે ખરીદ કેન્દ્રો પર રૂબરૂ બોલાવીને તેમની પાસે રહેલી ગુણવત્તાયુક્ત મગફળીની સરકાર ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. જેના ભાવ પહેલેથી જ સરકાર દ્વારા પ્રતિ 20 કિલોના 1,050 નિર્ધારિત કર્યા છે.