રાજકોટ-

હલકા લખાણો સાથેના ફોટા વ્હોટ્સએપ ડીપીમાં મુકી એક મહિલાને હેરાન કરતાં સોૈરાષ્ટ્ર કલા કેન્દ્રના કારખાનેદારને પોલીસ મથકમાં પહોંચવાની વેળા આવી છે. આઠેક વર્ષ પહેલા પરિચય બાદ આ મહિલા વેપારી સાથે પ્રેમમાં પડ્યા હતાં. પણ છેલ્લા દોઢેક વર્ષથી તેનું વર્તન ખરાબ થઇ જતાં મહિલાએ સંબંધ પુરો કરી નાંખતા વેપારીને ન ગમતાં તેણે મહિલાને બદનામ કરવાના ધંધા આદર્યા હતાં. તેણીના ઘર પાસે જઇ તેના નામની અત્યંત ખરાબ ગાળ બોલી મોટે મોટેથી શેરીમાં બૂમો પાડવાનું પણ તેણે શરૂ કર્યુ હતું.

એ-ડિવીઝન પોલીસે આ બનાવમાં મહિલાની ફરિયાદ પરથી સોૈરાષ્ટ્ર કલા કેન્દ્ર-૨ 'કિરણ' ખાતે રહેતાં અને લુહારી કામનું કારખાનુ ધરાવતાં હિતેષ પ્રવિણભાઇ પિત્રોડાની સામે આઇપીસી ૩૫૪ (એ) (ડી), ૫૦૯, ૫૦૬ (૨), આઇટી એકટ ૨૦૦૦ની કલમ ૬૭ મુજબ ફરિયાદીને બદનામ કરવા તથા જાતીય સહવાસ બાંધવા પ્રયાસ કરી તેમજ મોબાઇલમાં વ્હોટ્સએપ ડીપીમાં ફરિયાદીના અશ્લીલ ફોટા રાખી તેણીનું નામ લખી બિભત્સ અભદ્ર કોમેન્ટ કરી લાજ લેવાના ઇરાદે અપશબ્દો ઉચ્ચારી મારી નાંખવાની ધમકી આપ્યાનો ગુનો નોંધ્યો છે. 

ફરિયાદીએ એફઆઇઆરમાં જણાવ્યું છે કે હાલમાં હું પરિવાર સાથે રહુ છું. આઠેક વર્ષ પહેલા હિતેષ પિત્રોડા સાથે ઓળખાણ થઇ હતી. એ પછી તે મને અવાર-નવાર ફોન કરતાં હતાં અને એ કારણે અમારી વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. દોઢેક વર્ષ આ સંબંધ ચાલ્યો હતો. ત્યારબાદ હિતેષ મારી સાથે ખરાબ વર્તન કરવા માંડ્યો હોઇ મેં સંબંધ મુકી દીધો હતો. તેને આ ગમ્યું નહોતું. એ પછી તે મને ખરાબ રીતે હેરાન પરેશાન કરવા માંડ્યો હતો અને શારીરિક માનસિક ત્રાસ આપવા માંડ્યો હતો. 

ગત તા. ૧/૩ના રોજ હિતેષે મને ફોન કરતાં મેં રિસીવ ન કરતાં રાતે દસેક વાગ્યે હું પરિવારજનો સાથે ઘરે હતી ત્યારે હિતેષ ઘરે આવી ગયો હતો અને જેમ ફાવે તેમ બોલવા લાગેલો અને 'તું મારી સાથે સંબંધ નહિ રાખે તો હું તને જીવવા નહિ દઉં' તેમ કહી ધમકી આપી ખરાબ માંગણી કરી હતી. એ પછી તે અવાર-નવાર મારા ઘર પાસે આવી '......ગાળ' બોલી મોટે મોટે બૂમો પાડી આજુબાજુના બદા સાંભળે એ રીતે બોલી બદનામ કરતો હતો. આ ઉપરાંત તે પોતાના મોબાઇલમાં મારા ફોટા મુકી તેમાં લખતો કે આમા શું કાઢી લેવાનું છે? આ ઉપરાંત મારા એક સ્વજનના નામ સાથે એક સ્ત્રીનો ફોટો રાખી તેમાં મારું નામ લખી કોમેન્ટ લખેલ કે-.....કલિયુગ કી દ્રોૈપદી કે સાથે...!! 

આ રીતે તે અવાર-નવાર પોતાના વ્હોટ્સએપ ડીપીમાં ખરાબ કોમેન્ટ રાખી બદનામ કરતો હતો. આ ઉપરાંત મારા બીજા એક કુટુંબીજન સાથે મારુ નામ લખી ફોટાવ ાયરલ કર્યા હતાં. એ પછી મારા બીજા એક સગાને ફોન કરી કહેલ કે મેં પિસ્તોલ લીધી છે હવે બધાને ઉડાડી દેવાનો છું તેવી ધમકી આપી હતી. અંતે તેના વિરૂધ્ધ એસીપીશ્રીને અરજી આપી હતી અને ગુનો દાખલ કરાવ્યો છે. તેમ ભોગ બનનારે ફરિયાદમાં જણાવ્યું છે.