ચિંતન રાવલ ચાંદખેડા ડ્રગ્સ કેસમાં એસઓજીની ટીમે ચાર્જશીટ ફાઈલ કરી સંડોવાયે ફરાર આરોપી મીંટો જાેસેફની શોધખોળ હાથધરી છે, તો બીજી બાજુ કોલલિસ્ટમાં સામે આવેલ બિલ્ડરો, મોટામાથા અને સ્વરૂપ વાન યુવતીઓના વિરૂદ્ધમાં કોઈ કાર્યવાહી કરવામાં કેમ આવી નથી તે એક ચર્ચાનો વિષય બન્યો છે તો બીજી બાજુ આ મામલે એસઓજીના એક કોન્સ્ટબલની ભૂમિકા શંકાના દાયરામાં આવી રહી છે, જે આ પેડલર સાથે સંકડાયેલા નરોડાના યુવા બિલ્ડરનો ખાસ કહેવાતો હોવાથી સમાધાન કરાવ્યું હોવાની ચર્ચાએ જાેર પકડ્યું છે ત્યારે હવે જાેવાનું એ રહ્યું કે, આ અંગે એસઓજીની ટીમ ફરી એક વખત આ અંગે તપાસ કરશે કે કેમ ?

મુંબઈ ક્રુઝ ડ્રગ્સ કેસના જેમ અમદાવાદ ચાંદખેડા ડ્રગ્સ કેસ પણ ગોળ ગોળ ફરી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. એક તરફ પેડલરનો કોલ લીસ્ટ મેળવવામાં આવ્યા હતા તેમ છતા અચાનક એસઓજી દ્વારા કેમ જાહેર ન કરાયા તથા કોલલીસ્ટમાં સ્વરૂપવાન યુવતીઓ, બિલ્ડરો અને મોટા માથાઓની સંડોવણી હોવા છતા પણ કેમ કોઈ કાર્યવાહી કરવામાં ન આવી તે પ્રશ્ન છે તો બીજી બાજુ એસઓજી દ્વારા ચાર્જશીટ પણ ફાઈલ કરવામાં આવી છે. આ સાથે જ ચાંદખેડાના આનંદ સ્કવેરમાંથી ૮૫ ગ્રામ એમડી ડ્રગ્સ સાથે પકડાયેલા પ્રતાપસિંગની પુછપરછ કરવામાં આવી ત્યારે મીંટો જાેસેફ પણ સામેલ હોવાનું સામે આવ્યું હતુ. જેના પગલે એસઓજીની ટીમે તેની શોધખોળ હાથધરી હતી. જાે કે આ કેસને અનેક મહિનાઓ વિતી ગયા તેમ છતા ફરાર આરોપી મીંટો જાેસેફ હજી સુધી એસઓજીની પકડમાં આવ્યો નથી. એસઓજીના વિશ્વાસનીય સુત્રો દ્વારા મળતી માહીતી અનુસાર, ફરાર આરોપી મીંટો જાેસેફ ગોવા હોવાની બાતમી મળી હતી જેથી તે જગ્યાએ તપાસ કરી ત્યારે તે ત્યાંથી ભાગીને ઝારખંડ ભાગી ગયો હોવાનું જણાવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ કેસમાં મીંટો જાેસેફની શોધખોળ થઈ રહી છે પરંતુ કોલ ડીટેલ્સમાં સામે આવેલા અનેક મોટા માથા, બિલ્ડરો અને સ્વરૂપ વાન યુવતીઓના વિરૂધ્ધમાં કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી તે પ્રશ્નનો વિષય બન્યો છે. કોલ ડિટેલ્સમાં ૨૦૦૦ થી વધુ વખત પેડલર સાથે ૨૦૦ ધનિકોએ વાત કરી હોવાનુ સામે આવ્યું હતુ તેમ છતા પણ કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા તર્કવિતર્કના પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. આ અંગે એસઓજીના અધિકારી સાથે ટેલીફોનીક સંપર્ક કરવાના પ્રયાસો કર્યા હતા પણ થઈ શક્યા ન હતા જેના પગલે આ આખો મામલો જાણ દબાવી દીધો હોય તેમ લાગી રહ્યું છે. આ મામલામાં નરોડાના એક યુવા બિલ્ડરનો મહત્વ પુર્ણ ભાગ હોવાનું પણ સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. જાે કે આ યુવા બિલ્ડર ડ્રગ્સનો શોખીન હોય અને આ પેડલરના સંપર્કમાં પણ હતો અવાર નવાર પેડલર પાસેથી ડ્રગ્સ મંગાવીને પોતાના ફામ હાઉસ પર તેના સ્વરૂપવાન યુવતી તથા મિત્રો સાથે મળીને સબાબ અને કબાબની મહેફીલ માણતો હોવાનું અને આ મામલો આગળ વધતો અટકાવવા માટે આ બિલ્ડર જ વચ્ચે પડ્યો હોવાનું એસઓજીના સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. એસઓજીની ટીમે ચાર્જશીટ તો ફાઈલ કરી દીધી છે પરંતુ ડોલડિલ્ટેસના આધારે આ અંગે વધુ તપાસ કેમ ન કરાવામાં આવી તે પણ એક પ્રશ્ન લોકોમાં ઉદભવી રહ્યો છે. એટલુ જ નહીં આ યુવા બિલ્ડરે પેડલર પાસેથી ૭૦ થી પણ વધુ વખત ડ્રગ્સ મંગાવ્યુ હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું હતુ પરંતુ અચાનક જ આ મામલો ઠંડો પડી જતા આ અંગો કોઈ તપાસ કેમ કરવામાં આવી ન હતી તે પણ એક પ્રશ્ન છે. ત્યારે હવે જાેવાનું એ રહ્યુ કે આ અંગે એસઓજી દ્વારા તપાસ કરવામાં આવશે કે કેમ? અત્રે ઉલ્લેખનીય છે કે, ચાંદખેડામાંથી એસઓજીની ટીમે પેડલરને ઝડપી પાડ્યો હતો બાદમાં આ કેસની તપાસ શરૂ કરી હતી બીજી બાજુ કોલ ડિટેલ્સ પણ મંગાવવામાં આવ્યા હતા. જાે કે આરોપીની પુછપરછમાં મીંટો જાેસેફની સંડોવણી હતી. જેથી એસઓજીની ટીમે તેની સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી હતી. બીજી બાજુ આ પેડલરના કોલ લિસ્ટમાં નરોડાના યુવા બિલ્ડર સહીત મોટા માથાઓના નામ સામે આવ્યા હતા. જાે કે પોતાનું નામ સામે આવશે અને એસઓજી દ્વારા કાર્યવાહી કરવામાં આવશે તેના ડરથી નરોડાના યુવા બિલ્ડરે તેના માનિતા અગાઉ નરોડા પોલીસ સ્ટેશનમાં અને હાલ એસઓજીમાં ફરજ બજાવતા એક કોન્સ્ટેબલનો સંપર્ક સાધ્યો હતો બાદમાં આ કોન્સ્ટેબલ સાથે મળીને લાખો રૂપિયામાં આ મામલો દબાવી દીધો હોવાનું સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. આ કેસમાં કોન્સ્ટેબલની ભૂમિકા વધારે રહી હતી. એસઓજી દ્વારા આ કોન્સ્ટેબલની તપાસ કરવામાં આવે તો કોન્સ્ટેબલ થકી જ આખો મામલો ફરી એક વખત ચર્ચાનો વિષય બને અને આ મામલે નવો વળાંક અને અનેક મોટામાથાઓ અને બિલ્ડરોના નામ સામે આવે તે પૂરી સંભાવના સેરવાઈ રહી છે.

શું છે સમગ્ર ચાંદખેડા ડ્રગ્સ મામલો....

અમદાવાદ એસઓજી ટીમે ૧૦ જુલાઈના રોજ બાતમીના આધારે ચાંદખેડાના આનંદ સ્કવેરમાંથી ૮૫ ગ્રામના એમડી ડ્રગ્સ સાથે એક યુવકને ઝડપી પાડ્યો હતો. બાદમાં પુછપરછ કરતા તેનુ નામ પ્રતાપસિંગ ઉર્ફે શક્તિ રાણાવત અને ચાંદખેડામાં જ રહી છુટક મજુરી કરતો હોવાનું સામે આવ્યું હતુ. જાે કે આ પેડલરને પકડીને એસઓજીની ટીમે તેનો મોબાઈલ, ડ્રગ્સનો જથ્થો સહીત કુલ રૂ. ૯.૬૭ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. બાદમાં પુછપરછમાં સ્વરૂપ રાઠોડ જે રાજસ્થાન ખાતે રહેતો હતો અને નિન્ટો અંગામાલી જે દિલ્હી ખાતે રહેતો હોય આ બંન્ને પાસેથી ડ્રગ્સનો જથ્થો મંગાવતો હોવાનું અને વેચતો હોવાનું સામે આવ્યું હતુ. જેના પગલે એસઓજી ક્રાઈમની ટીમે આ બંન્નેના વિરુદ્ધમાં પણ ગુનો નોંધી તેમની શોધખોળ હાથધરી હતી. બીજી બાજુ પ્રતાપસિંહના મોબાઈલ ફોનની તપાસ પણ શરૂ કરી હતી. જાે કે ત્યારબાદ આ મામલો અચાનકથી જ દબાઈ દેવામાં આવ્યો કે શું તે અંગે તર્ક વિતર્કની ચર્ચાએ જાેર પકડ્યું છે.

જનસત્તા લોકસત્તાએ અહેવાલ પ્રસિધ્ધ કરતા કેસમાં સંડોવાયેલ વેપારી ગુજરાત છોડીને ભાગી ગયાની ચર્ચા

જનસત્તા લોકસત્તાએ ચાંદખેડા ડ્રગ્સ કેસનો પહેલો ભાગ પ્રસિધ્ધ કર્યો ત્યારબાદ નરોડાના યુવા બિલ્ડરનું આ કેસમાં સંડોવણી હોય અને આ યુવાબિલ્ડર સાથે અવાર નવાર મહેફીલ માણતો કપડાનો વેપારીને જનસત્તા લોકસત્તામાં પ્રસિધ્ધ થયેલા અહેવાલ બાદ પોતાના સુધી પણ પોલીસનો રેલો આવશે અને ધરપકડ થશે તે ડરથી ગુજરાત છોડીની ભાગી ગયો હોવાની ચર્ચાએ જાેર પકડ્યુ છે. જાે કે આ વેપારીનો પરીવાર વિદેશમાં રહેતો હોય પોતે પણ વિદેશમાં જવાનો હોય પરંતુ પોતાનો કપડાનો વેપાર ચાલતો હોવાથી તે જઈ શક્યો ન હતો બીજી બાજુ આ બિલ્ડરનો ખાસ કહેવાતો હોવાથી અવાર નવાર અલગ અલગ ફાર્મહાઉસ પર મહેફીલો માણી હોવાનું પણ સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.

ચાંદખેડા ડ્રગ્સકાંડમાં સંડોવાયેલા ચમરબંધીને પણ જનસત્તા લોકસત્તા ઉઘાડા પાડીને જ ઝંપશે

જનસત્તા લોકસત્તા દ્વારા ચાંદખેડા ડ્રગ્સકાંડ મામલે અનેક ખુલાસા કરવામાં આવ્યાં હતા. આ મામલે ઉંડાણપૂર્વકનો અભ્યાસ અને ઇન્વેસ્ટિગેટીંગ જર્નાલીઝમના સહારે સમગ્ર પ્રકરણના મૂળમાં જઇને તેનો પર્દાફાશ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સચોટ અને ધારદાર રિપોર્ટીંગને કારણે આ મામલામાં સીધા કે આડકતરી રીતે સંડોવાયેલા લોકો હચમચી ગયાં હતા અને સમાજમાં તેમજ પોતાના કાર્યક્ષેત્રમાં પણ ઉઘાડા પડી જશે અને કપડાં ઉતરી જવાને કારણે કોને અને કઇ રીતે લોકોને મોઢુ બતાવી શકીશું તેવા ભયને કારણે થરથર ધ્રુજતા હતા. આ મામલો જાે વધુ પ્રકાશમાં આવશે અને વધુ પર્દાફાશ થશે તો શું હાલત થશે તેવી બીકને કારણે પત્રકારત્વના અવાજને યેનકેન પ્રકારે દબાવવાનો પ્રયાસ કરાયો હતો. તેમજ સીધી કે આડકતરી રીતે હવે આવા વિસ્તૃત છણાવટ સાથેના અહેવાલ ન છપાય તે માટે હવાતિયા મારવામાં આવી રહ્યાં છે. આ માટે સીધા કે આડકતરી રીતે સંડોવાયેલા લોકો દ્વારા જનસત્તા લોકસત્તાના પત્રકારને આડકતરી રીતે ધમકી પણ આપવામાં આવી રહી છે. તેમજ પોલીસ ઉઠાવી પણ લઇ જશે તેવી ગર્ભિત અને ખુલ્લેઆમ ધમકી પણ આપવામાં આવી રહી છે. જાેકે જનસત્તા લોકસત્તા તેની પત્રકારત્વની જવાબદારીને બરોબર પીછાણી રહી છે અને આવા તત્વોને ખુલ્લા પાડીને જ ઝંપશે. આજે રાજ્ય સરકાર પણ નશાના વેપલા સામે લાલઆંખ કરી રહી છે અને ડ્રગ્સનો ધંધો કરનારાને દિનપ્રતિદિન ઝડપીને જેલના સળિયા પાછળ ધકેલી રહી છે.

રાજય સરકારના આ અભિયાનને અને રાજ્યના યુવાનોને નશાખોરીથી બચાવવા માટેના અભિયાનમાં જનસત્તા લોકસત્તા ખભેખભા મિલાવીને પહેલે દિવસથી જ કાર્યરત છે. પરંતુ આવા સરકારમાં બેઠલા જ અને સરકારનો પગાર ખાનારા જ ડ્રગ્સનો ધિકતો ધંધો કરનારાને છાવરી રહ્યાં છે અને તેમને બચાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. પરંતુ યુવાનોને મોત તરફ ધકેલીને તેમની અને તેમના પરિવારની જીદંગી બરબાદ કરવાનું જે મહાપાપ આવા એજન્ટો અને તેના મળતીયાઓ કરી રહ્યાં છે તેમને કોઇપણ સંજાેગોમાં છોડવામાં નહી આવે અને તેમને સમાજમાં ખુલ્લા પાડવામાં આવશે જ. તેના માટે કોઇપણ ભોગ આપવો પડેતો તેની પણ તૈયારી છે, આવા નામર્દાનગીનું પ્રદર્શન કરીને ખુલ્લી કે અડકતરી ધમકી આપનારાના પણ ચહેરા પરના નકાબ ઉતારવા માટે જનસત્તા લોકસત્તા સતર્ક છે અને આવા લોકો સામે કાયદાકીય સકંજાે કસાય તે માટે ઉચ્ચ સ્તરે રજૂઆત કરવાની પણ જનસત્તા લોકસત્તા દ્વારા તજવીજ હાથ ધરાઇ રહી છે.