એક્ટ્રેસ રાધિકા આપ્ટેએ હવે ડિરેક્ટર તરીકે ડેબ્યુ કર્યું છે. તેણે ‘ધ સ્લીપવોકર્સ’ નામની શોર્ટ ફિલ્મ ડિરેક્ટ પણ કરી છે અને તેણે જ આ ફિલ્મ લખી છે. આ ફિલ્મનું ટીઝર તેણે સોશિયલ મીડિયા પર શેર કર્યું છે. ફિલ્મમાં શાહના ગોસ્વામી અને ગુલશન મેરિડ કપલના લીડ કાસ્ટમાં છે. રાધિકાએ ફિલ્મનું પોસ્ટર સોશિયલ મીડિયા પર શેર કરતા લખ્યું હતું કે, મેં એક નાની શોર્ટ ફિલ્મ લખી છે અને ડિરેક્ટ કરી છે. તમારી સાથે અમારી પહેલી શોર્ટ ફિલ્મ શેર કરવા ઉત્સાહિત છું. ધ સ્લીપવોકર્સની પામ સ્પ્રિંગ્સ ઇન્ટરનેશનલ શોર્ટફેસ્ટ ૨૦૨૦માં પસંદગી થઇ છે. અમે બેસ્ટ મિડનાઇટ શોર્ટ સેગમેન્ટની સ્પર્ધામાં છીએ. અમારી ફિલ્મ પÂબ્લકલી સ્ટ્રીમ થવા માટે અવેલેબલ નથી પરંતુ અમારી પાસે એક નાનું ટ્રેલર છે. આ સફળ કરવા બદલ સૌનો આભાર. આ શોર્ટ ફિલ્મને હની ત્રેહાન, અભિષેક ચૌબે અને લલિત પ્રેમ શર્માએ પ્રોડ્યુસ કરી છે. રાધિકાના મ્યુઝિશિયન પતિ બેનેડિક્ટ ટેલરે ફિલ્મના મ્યુઝિક પર કામ કર્યું છે