દિલ્હી-

તૌકતે વાવાઝોડા બાદ હવે વાવાઝોડુ યાસ કાંઠાના વિસ્તારોમાં વિનાશ વેરવા માટે તૈયાર છે. હવામાન વિભાગે વાવાઝોડા યાસના આવતા ૨૪ કલાકમાં વાવાઝોડુ બનવાની ઘોષણા કરી દીધી છે. યાસ બુધવારે બંગાળ અને ઓરિસ્સાના તટે દસ્તક દેશે. વાવાઝોડાના જાેખમને જાેતા લોકોએ સુરક્ષિત સ્થળોએ સ્થાનાંતરણ કરવાનુ શરૂ કરી દીધુ છે.

વળી, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કોંગ્રેસ કાર્યકર્તાઓને પ્રભાવિત લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને તેમને દરેક સંભવ મદદ આપવા માટે અપીલ કરી છે. તેમણે ટિ્‌વટ કરીને કહ્યુ, 'વાવાઝોડુ યાસ બંગાળની ખાડીથી બંગાળ અને ઓરિસ્સા તરફ આગળ વધી રહ્યુ છે. હું કોંગ્રેસ કાર્યકર્તાઓને પ્રભાવિત લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે દરેક સંભવ મદદ આપવાની અપીલ કરુ છુ. કૃપા કરીને બધા સાવચેતીના ઉપાયોનુ પાલન કરો.'