દિલ્હી-

દેશની આર્થિક પરિસ્થિતિ અને કોરોના રોગચાળાને લઈને કેન્દ્ર સરકારને નિશાન બનાવવાની સાથે બેરોજગારીના મુદ્દે કોંગ્રેસ પક્ષ સતત હુમલો કરતો રહ્યો છે. આવી સ્થિતિમાં શુક્રવારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ, યુવકની જરૂરિયાત અને માંગનો મુદ્દો ઉઠાવતા સરકારના રોજગાર આપવાના વચનની યાદ અપાવી હતી. તેમણે કહ્યું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી સરકારે પરીક્ષા પૂર્ણ કરી તેના પરિણામો જાહેર કરવા અને યુવાનો માટે રોજગારની વ્યવસ્થા કરવી જોઈએ, પરંતુ અહીં પરીક્ષાઓ અને પરિણામો શંકાથી ઘેરાયેલા છે.

વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ શુક્રવારે ટિ્‌વટ કર્યું હતું કે, "મોદી સરકાર, રોજગાર, પુન:સ્થાપન, પરીક્ષાનું પરિણામ, દેશના યુવાનોની સમસ્યા હલ કરે." આ દરમિયાન રાહુલે ટ્વિટર પર એક સમાચાર શેર કર્યા, જેમાં દેશમાં બેરોજગારીનો દર ઓગસ્ટમાં 8.4 ટકા પર પહોંચી ગયો છે, મનરેગા અને ખરીફ વાવણી અંતર્ગત કામ ઓછું થયું છે. આ સિવાય ગ્રામીણ વિસ્તારોમાં 37 લાખ નોકરીઓ ખોરવાઈ જવા નો પણ ઉલ્લેખ છે. ઉપરાંત, બેરોજગારીની સંખ્યા 3.2 કરોડ થી વધીને 3.6 કરોડ થઈ છે. 

આ સાથે જ પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ ટ્વીટ કરીને યુવાનોને રોજગાર આપવા અને સ્પર્ધાત્મક પરીક્ષાનું પરિણામ જાહેર કરવાની માંગ કરી છે. તેમણે લખ્યું, '2017 માં લેવાયેલી એસએસસી-સીજીએસ માં ઉતીર્ણ થયેલા ની હજુ સુધી નિમણૂક થઈ નથી. સીજીએલ પરીક્ષાનું પરિણામ 2018 ની હજુ સુધી આવ્યું નથી. ત્યારબાદ 2019 માં સીજીએલની કોઈ પરીક્ષા લેવાઈ જ નહિ. 2020 માં એસ.એસ.સી.-સી.જી.એસ. ની ભરતી બહાર પાડવામાં આવી જ નથી. "તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે, ભાજપ સરકાર લોકો ની ભરતી કરતી જ નથી તો કેવી રીતે રોજગાર આપવાનું વચન આપે છે, ભરતી નીકળે તો પરીક્ષા નથી, પરીક્ષા લેવાય તો પરિણામ નથી અને પરિણામ આવે તો કોઈ નિમણૂક નથી. આ બાબતો ને ગંભીરતાથી લેતાં સરકારે નક્કર નિર્ણયો લેવા જ જોઇએ.