દિલ્હી-

કોવિડ બેડની સાથે હોસ્પિટલોમાં ઓક્સિજનની પણ ભારે અછત છે. આવી સ્થિતિમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી લોકોની મદદ માટે આગળ આવ્યા છે. તેમણે એક ટ્વિટમાં કહ્યું, "આ સમયે દેશના લોકોની સાથે ઉભા રહેવાની જરૂર છે. અમે એક મેડિકલ એડવાઈઝરી હેલ્પલાઇન શરૂ કરી છે. હવે તમે +919983836838 પર ફોન કરીને મેડિકલ સલાહ મેળવી શકો છો."


રાહુલ ગાંધીએ ડોકટરો અને મેન્ટલ હેલ્થ પ્રોફેશનલ્સને પણ આગળ વધીને રજીસ્ટ્રેશન કરાવવાની અપીલ કરી છે.તેમણે કહ્યું કે આ સમય એક થઇને આ મહામારી સામે લડવાનો છે. તેમણે ટ્વિટ દ્વારા રજીસ્ટ્રેશન ફોર્મ પણ શેર કર્યું છે, જે અંતર્ગત ડોકટરો અને મેન્ટલ હેલ્થ પ્રોફેશનલ્સ સરળતાથી નોંધણી કરાવી શકશે.