વડોદરા

વડોદરા-સુરત હાઈવે પર કરજણ પોલીસ મથકની હદમાં આવેલી હોટેલમાં છેલ્લા લાંબા સમયથી ગેરકાયદે ધમધમી રહેલા બાયોડિઝલના પંપ પર ગત રાત્રે જિલ્લા પોલીસની એલસીબીની ટીમે પુરવઠા ખાતાના અધિકારીઓ સાથે સામુહિક દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન ૯ હોટલના કમ્પાઉન્ડમાં ચાલતા બાયોડિઝલ પંપ પરથી ૨૪.૫૦ લાખથી વધુનો ૩૫ હજાર લીટર બાયોડિઝલનો જથ્થો જપ્ત કરાયો હતો.

બાયોડિઝલનો વાહનોમાં ગેરકાયદે ઉપયોગ થતો હોઈ તંત્ર દ્વારા તેના વાહનોના ઉપયોગ માટે વેચાણ પર પ્રતિબંધ મુક્યો છે અને તેના કારણે તંત્ર દ્વારા તાજેતરમાં વડોદરા જિલ્લાના વિવિધ સ્થળે બાયોડિઝલનું વેંચાણ કરતા કેટલાક પેટ્રોલપંપ પર દરોડા પણ પાડવામાં આવ્યા હતા.

જાેકે તંત્ર દ્વારા પેટ્રોલપંપ પર બાયોડિઝલના વેચાણ પર પ્રતિબંધ હોઈ તેનો ભેજાબાજ હોટલ માલિકોએ ફાયદો ઉઠાવ્યો હતો અને વડોદરાથી સુરત જતા માર્ગ પર આવતી જાણીતી હોટલના કમ્પાઉન્ડમાં બાયોડિઝલના ગેરકાયદે પંપ ધમધમતા થયા હતા.

દરમિયાન કરજણ પોલીસ મથકની હદ હેઠળ આવતા હાઈવે પરની હોટલમાં બાયોડિઝલનું ધુમ વેચાણ થતું હોવાની જિલ્લા પોલીસની એલસીબીની ટીમને માહિતી મળી હતી.

આ માહિતીના પગલે પોલીસે જિલ્લાના પુરવઠા વિભાગ સાથે સંકલન કરી દરોડા પાડવાની કાર્યવાહી માટે રાજય સરકારમાં મંજુરી માંગી હતી જેમાં રાજય સરકાર દ્વારા પુરવઠા વિભાગના અધિકારીઓને સાથે રાખી કાર્યવાહી કરવા માટે આદેશ થયા હતા. ગઈ કાલે જિલ્લા એલસીબીની ટીમે પુરવઠા અધિકારીની યાદી મોકલતા કરજણના મામલતદાર પોલીસ સાથે દરોડાની કાર્યવાહીમાં જાેડાયા હતા અને પોલીસ અને પુરવઠા વિભાગે હાઈવેની હોટલમાં દરોડા પાડ્યા હતા જેમાં એક પછી એક એમ કુલ ૯ હોટલમાં ગેરકાયદે બાયોડિઝલના પંપ ઝડપાયા હતા. પોલીસે આ તમામ પંપમાંથી કુલ ૨૪.૫૦ લાખથી વધુની કિંમતનો ૩૫ હજાર બાયોડિઝલનો જથ્થો જપ્ત કર્યો હતો. આ અંગેની પુરવઠા વિભાગ અને પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ કરી હતી.

કઈ - કઈ હોટલમાં ગેરકાયદે પંપ ઝડપાયા

હોટલ સન એન સાઈન, માંગલેજ, તા.કરજણ (૨) હોટલ શિવકૃપા, કરજણ (૩) હોટલ સહયોગ ઈન-લાકોદરા, તા.કરજણ (૪) મેવાત ધાબા- સાંસરોદ, તા.ુ કરજણ (૫) હોટલ મહાદેવ (આઈ માતા) કિયા, તા.કરજણ (૬) હોટલ સ્વાજી –સાસરોદ, તા. કરજણ (૭) હોટલ સાગર-કરજણ, (૮) હોટલ મારુતી –સાંસરોદ (૯) તવાફ્રાય-સાસરોદ, તા.કરજણ.