મુંબઈ-

રેલટેલએ ફ્રી વાઈફાઈની સાથે સાથે તેમાંથી કમાણીનો રસ્તો પ્લાન શોધી કાઢ્યો છે. રેલવે સ્ટેશન પર મળતા વાઈફાઈ માટે હવે તમારે તમારું ખિસ્સું થોડું હળવું કરવું પડશે. આ ફરી વાઈફાઈની સુવિધા લેવા માટે કામસેકમ રૂપિયા 10 વસૂલવામાં આવશે. રેલવેએ 4000 થી પણ વધારે સ્ટેશનો પર વાઈફાઈનો પ્લાન તૈયાર કર્યો છે. જો કે એવું કહેવામાં આવે છે પહેલેથી મળતા 30 મિનિટ નો લાભ લોકો મેળવતા જ રહેશે તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી પરંતુ જો 30 મિનિટ બાદ જો આપ 5 GB સુધીના ડેટાનો વપરાશ કરો છો તો આપણે 10 રૂપિયા ચૂકવવા પડશે.

સ્ટેશનો પર અડધી કલાક સુધી 1 MBPS સુધીની સ્પીડ સાથે વાઈફાઈ તો મળે જ છે ત્યાર બાદ પણ વપરાશને ચાલુ રાખવા માટે યાત્રીઓએ હવે નાણાં ખર્ચવા પડશે. આ માટે ઈન્ટરનેટ સેવા આપતી રેલટેલએ પેઈડ પ્લાન લોન્ચ કર્યો છે. રેલટેલના  સીએમડી પુનિત ચાવલાએ જણાવ્યું કે સ્ટેશનો પર હાઇ સ્પીડ સુવિધા ઉપલબ્ધ કારવવામાં આવી છે. વાત કરવામા આવે વાઈફાઈની તો તે યાત્રીઓને 1 એમબીપીએસની સ્પીડ સાથે મળે છે જ્યારે પેઈડ વાઈફાઈ 34 એમબીપીએની સ્પીડ સાથે મળશે. પોસ્ટ પ્લાન મુજબ ફાઈવ જીબી ડેટા પેક માટે 10 રૂપિયા ચાર્જ વસૂલવામાં આવશે જ્યારે 10 જીબી ડેટ પેક માટે પ્રતિદિવસ રૂપિયા 15 ચૂકવવા પડશે.

આવી જ રીતે જો તમે 10 જીબી ડેટા પાંચ દિવસમાં વાપરી નાખવા માંગો છો 20 રૂપિયા, 20 જીબી ડેટા પાંચ દીવસમય વાપરવા માંગો છો તો 30 રૂપિયા અને 10 દિવસમાં વાપરી નાખવા માંગો છો 40 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે. પોસ્ટ પેડ પ્લાનનો લાભ પણ યાત્રીઓ લઈ શકે છે. આ પ્લાન અંતર્ગત 60 જીબી ડેટ પેક માટે 70 રૂપિયા ચૂકવવા પડશે.

અડધી કલાક વાઈફાઈનો ઉપયોગ થાય બાદ મોબાઈલમાં એક મેસેજ આવશે અને ત્યાર બાદ પેમેન્ટ ગેટ-વેના માધ્યમથી ચાર્જ વસૂલીને પાયત્રીઓ હાઇ સ્પીડ ઈન્ટરનેટનો લાભ લઈ શકશે. જણાવી દઈએ કે રેલવે 7950થી વધારે સ્ટેશનો પર 30 મિનિટ ફ્રી વાઇફાઈની સુવિધા આપી રહ્યું છે. કોવિડ 19 પહેલા 2.9 કરોડ દેશવાસીઓએ આ પ્લાનનો લાભ લીધો હતો.