'છઠ પૂજા'નો પ્રારંભ 20 નવેમ્બરથી થઈ રહ્યો છે. આસ્થાના મહાપર્વ માટે ભારતીય રેલવેએ હવે ભક્તો માટે મોટુ પગલુ લીધુ છે. રેલવેએ છઠ પૂજા માટે સ્પેશિયલ ટ્રેનોના ચાલવાનુ એલાન કર્યુ છે અને ગોરખપુર જતી પાંચ ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે સમસ્તીપુર રેલવે મંડળના દરભંગા, જયનગર, રક્સોલ અને મુઝફ્ફરપુરથી હાવડા, મુંબઈ, અમદાવાદ અને ઉધના માટે છઠ પૂજા માટે સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવશે જેનુ ટાઈમ ટેબલ જારી કરી દેવામાં આવ્યુ છે.

આ છે ટાઈમ ટેબલ 

પહેલી ટ્રેન 

05269-મુઝફ્ફરપુરથી અમદાવાદ (ગુરુવાર) - 26 નવેમ્બર 

05270-અમદાવાદથી મુઝફ્ફરપુર (રવિવાર) - 29 નવેમ્બર 

આ બંને ટ્રેનો 15269/15270 ના ટાઈમ ટેબલ મુજબ ચાલશે. 

બીજી ટ્રેન

05547 - જયનગરથી લોકમાન્ય તિલક ટર્મિનલ (સોમવાર) - 23 નવેમ્બરથી 30 નવેમ્બર 

05548 - લોકમાન્ય તિલક ટર્મિનલથી જયનગર (ગુરુવાર) -26 નવેમ્બરથી 03 ડિસેમ્બર 

આ બંને ટ્રેનો 15547/15548 ના સમય ટાઈમ ટેબલ મુજબ ચાલશે. 

ત્રીજી ટ્રેન 

05267 - રક્સૌલથી લોકમાન્ય તિલક ટર્મિનલ (શનિવાર) - 28 નવેમ્બર 

05268 - લોકમાન્ય તિલક ટર્મિનલથી રક્સૌલ (મંગળવાર) - 1 ડિસેમ્બર 

આ ટ્રેનો ગાડી નંબર 15267/15268 ના ટાઈમ ટેબલ મુજબ ચાલશે. 

ચોથી ટ્રેન 

05559 - દરભંગાથી અમદાવાદ (બુધવાર) - 25 નવેમ્બર 

05560 - અમદાવાદથી દરભંગા (શુક્રવાર) 27 નવેમ્બર 

આ ટ્રેનો ગાડી નંબર 15559/15560ના ટાઈમ ટેબલ મુજબ ચાલશે. 

પાંચમી ટ્રેન 

05563 - જયનગરથી ઉધના(શુક્રવાર) - 27 નવેમ્બર 

05564 - ઉધનાથી જયનગર (રવિવાર) - 29 નવેમ્બર 

આ ટ્રેનો ગાડી નંબર 15563/15564ના ટાઈમ ટેબલ મુજબ ચાલશે. 

આ ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા 

ટ્રેન નંબર - ટ્રેનનુ નામ - તારીખ - રૂટ 

04185 ગ્વાલિયર - બરોની વિશેષ ટ્રેન 18,19, 21, 22 નવેમ્બર ગોરખપુર કેન્ટ - કપ્તાનગંજ - થાવે - સીવાન 

04186 બરોની - ગ્વાલિયર વિશેષ ટ્રેન 18, 19, 21, 22 નવેમ્બર સીવાન - થાવે - કપ્તાનગંજ - ગોરખપુર 

02566 નવી દિલ્લી - દરભંગા વિશેષ ટ્રેન 18, 19, 21, 22 નવેમ્બર ગોરખપુર - કેન્ટ - કપ્તાનગંજ - થાવે - સીવાન 

04407 દરભંગા - નવી દિલ્લી વિશેષ ટ્રેન 19, 21 નવેમ્બર સીવાન - થાવે - કપ્તાનગંજ - ગોરખપુર - કેન્ટ 

04030 દિલ્લી - મુઝફ્ફરપુર વિશેષ ટ્રેન 19, 22 નવેમ્બર ગોરખપુર - કેન્ટ - કપ્તાનગંજ - થાવે - સીવાન